World

નોર્વેમાં 3,000 વર્ષ જૂના બૂટ મળ્યા, જાણો આ બૂટ ક્યા યુગના છે

નોર્વે: નોર્વેમાં (Norway) મળી આવેલા વિશ્વના સૌથી જૂના બૂટ (Old Shoes) લગભગ 3000 વર્ષ જૂના છે. તે કાંસ્ય યુગના હોય શકે તેમ કહેવામાં આવી રહ્યું છે. નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NTNU) ના રિપોર્ટ અનુસાર, આ બૂટ એ હજારો પ્રાચીન કલાકૃતિઓમાંથી એક છે જે છેલ્લા બે દાયકામાં જ્યારે અહીં પહાડો પરનો બરફ પીગળ્યો હતો ત્યારે મળી આવ્યો હતો.

આ પ્રાચીન બૂટ વાસ્તવમાં 2007માં દક્ષિણ નોર્વેના જોટુનહેઇમનના પર્વતીય વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ નાના ચામડાના બૂટ સ્ત્રી અથવા યુવકના હોઈ શકે છે. આ બૂટની સાથે કેટલાંક તીર અને લાકડાની કોદાળી પણ મળી આવી હતી, જે દર્શાવે છે કે આ વિસ્તાર એક મહત્વપૂર્ણ શિકારનું સ્થળ હતું. આ બૂટની શોધ કરનારા સંશોધકોના જણાવ્યા અનુસાર, આ બૂટ લગભગ 1100 બીસીના છે, જે નોર્વેના સૌથી જૂના બૂટ હોઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી
અમ્લીય માટીમાં અથવા વિશાળ ગ્લેશિયર્સ હેઠળ દટાયેલા, નોર્વેની ટેકરીઓ પર બરફના ટુકડાઓમાં જોવા મળતી વસ્તુઓની સ્થિતિ હજારો વર્ષો પછી પણ વધુ સારી છે. અહીં શસ્ત્રો, કપડાં, છોડ અને પ્રાણીઓના અવશેષો બરફમાંથી બહાર આવ્યા છે, જેણે નોર્વેના હજારો વર્ષનો ઇતિહાસ જાહેર કર્યો છે. પરંતુ આ નવો રિપોર્ટ કહે છે કે હવે જળવાયુ પરિવર્તન આ બધું ખતમ કરી શકે છે.

થોડા દાયકાઓમાં, નોર્વેના બરફનો મોટો ભાગ ઓગળવા લાગ્યો છે. NTNU યુનિવર્સિટી મ્યુઝિયમના પુરાતત્વવિદ્ અને સહયોગી પ્રોફેસર બિર્ગિટ સ્કાર કહે છે કે 2020માં લેવાયેલી સેટેલાઇટ તસવીરોના આધારે એક સર્વે કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે 10 પસંદ કરેલા બરફના પટ્ટાઓ તેમાંથી 40 ટકાથી વધુ પીગળી ગયા છે.

આબોહવા પરિવર્તનથી પ્રાચીન વસ્તુઓ બરબાદ થઈ શકે છે
પહાડોની ઉંચાઈએ બરફના પટ્ટાઓ રચાય છે, ઉનાળામાં આ બરફ સંપૂર્ણપણે પીગળતો નથી, જ્યારે હિમનદીઓથી વિપરીત , બરફના આ પેચ ખસતા નથી, તેથી બરફના પૅચમાં દટાયેલી વસ્તુઓ હજારો વર્ષો સુધી સચવાય રહે છે. જ્યારે બરફ ઓગળવા લાગે છે, ત્યારે તે વસ્તુઓ દેખાય છે. આટલા વર્ષો પછી પણ તેઓ પહેલાની જેમ જ સચવાય છે. જો કે, હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો બરફ પીગળ્યા પછી આ વસ્તુઓ જલ્દીથી પાછી ન મળે તો આ કલાકૃતિઓ ગુમાવવાનું જોખમ રહેલું છે.

અહેવાલના લેખકોની ચિંતા અનુસાર આબોહવા પરિવર્તનથી અસંખ્ય સાંસ્કૃતિક કલાકૃતિઓ પુનઃપ્રાપ્ત થાય તે પહેલાં અદૃશ્ય થઈ શકે છે. નોર્વેના જળ સંસાધન અને ઉર્જા નિર્દેશાલય દ્વારા 2022 ના અહેવાલમાં અંદાજ છે કે 2006 થી 364 ચોરસ કિલોમીટરનો બરફ પીગળી ગયો છે. આ ભાગ ન્યૂ યોર્ક સિટીના લગભગ અડધા કદનો છે. આ પેચમાંથી આર્ટિફેક્ટ્સને નુકસાન અથવા વિનાશનું જોખમ હોય છે, જો તે ઝડપથી દૂર કરવામાં ન આવે તો તે રિલીઝ થઈ જાશે.

Most Popular

To Top