આજકાલ હેલ્થ અવેરનેસ વધી છે. તેથી યોગનું મહત્વ પણ વધ્યું છે. યોગ શબ્દ મૂળ ધાતુ ચુબં પરથી આવ્યો છે. યુજ એટલે જોડવું. યોગ શરીરને આત્મા સાથે જોડે છે. 27 સપ્ટે 2014 ના રોજ આપણા વ.પ્ર.મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની દરખાસ્ત મૂકી હતી. ત્યારબાદ યુનાઈટેડ નેશન્સે 21 જૂનને ‘‘ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ’’ તરીકે માન્યતા આપી હતી. 21 જૂન એટલા માટે કારણકે આ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય યોગના શારીરિક,માનસિક અને આધ્યાત્મિક લાભો વીશે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવાનો છે. યોગ શરીર અને મનને સ્વસ્થ રાખે છે, તણાવ (STRESS) ઘટાડે છે, અને એકાગ્રતા વધારે છે.
જીવનશૈલીને (LIFESTYLE) સંતુલિત અને સ્વસ્થ બનાવે છે. યોગ ભારતની પ્રાચીન પરંપરા છે, જે શરીર – મન અને આત્માને સંતુલિત કરે છે. યોગ માત્ર એક કસરત નથી, પરંતુ સ્વસ્થ અને સુખી, જીવન જીવવાની એક પધ્ધતિ છે. હિન્દુ દંતકથા અનુસાર ભગવાન શિવને યોગના પ્રણેતા ગણવામાં આવે છે. શિવજીને પ્રથમ યોગી હોવાનું કહેવાય છે. સપ્તર્ષિઓ શિવ પાસે યોગ શીખીને યોગને લોકો સુધી લાવ્યા. પરંતુ ઘણા વિદ્દવાનોના મતાનુસાર મહર્ષિ પતંજલિને યોગને વૈજ્ઞાનિક રીતે આઠ ભાગમાં વહેંચ્યા છે. જેને અષ્ટાંગ યોગ કહેવાય છે. ટુંકમાં યોગ – આસન – પ્રાણાયમ – ધ્યાન શરીર અને મનને સ્વસ્થ રાખે છે. લોકોની માનસિક ચિંતા, તણાવ તથા ડીપ્રેશનમાં રાહત મેળવવા માટે એક સરળ – સહજ અને અમૂલ્ય ઉપાય છે!
સુરત – કિરીટ એન ડુમસિયા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.