Vadodara

જિલ્લાના 2 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા કરોડો રૂપિયાના દારૂનો નાશ કરાયો

વડોદરા : વડોદરા ગ્રામ્ય પોલીસના વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી વર્ષ 2021-22 દરમિયાન ઝડપાયો રૂપિયા 1.75 કરોડની કિંમતથી ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થા મંગળવારે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની સાક્ષીમાં નાશ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, મંગળવારે અદાલતના હુકમ બાદ વડોદરા ગ્રામ્યના વરણામા અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો કોટાલી ગામની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. એસ.ડી.એમ ડો.શ્રધ્ધાબેન શ્રીમાળી અને વડોદરા ડી.વાય.એસ.પી. સુદર્શન વાળાના માર્ગ દર્શન હેઠળ દારૂ નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી સપ્ટેમ્બર 2020થી 2021 દરમ્યાન ઝડપાયેલા 100 ગુનાનો રૂપિયા 90,81,965ની કિંમતના દારૂ જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો. તેમજ વરણામા પોલીસ સ્ટેશનના 57 ગુનામાં ઝડપાયેલા રૂપિયા 84,60,649ની કિંમતના દારૂનો જથ્થો નાશ કરાયો હતો. આમ કોટલી ગામની સીમમાં મંગળવદરા ગ્રામ્યના વડોદરા તાલુકા અને વરણામા પોલીસ મથકના કુલ 157 ગુનામાં ઝડપાયેલા 83697 નંગ દારૂની બોટલો અને ટીન મળી કુલ રૂા.1,75,42,614નો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top