Madhya Gujarat

ચારુસેટની MBAના વિદ્યાર્થીને 2 લાખની નેશનલ સ્કોલરશીપ

આણંદ : ચાંગા સ્થિત વિશ્વ વિખ્યાત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (I2IM) કોલેજમાં MBAમાં થર્ડ સેમિસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કેયુર સવાણીને 2 વર્ષ માટે રૂ. 2 લાખની નેશનલ લેવલની સ્કોલરશીપ એનાયત કરવામાં આવી છે. ફેડરલ બેન્ક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશન સ્કોલરશીપ 2020-2021 અંતર્ગત ફેડરલ બેન્ક CSR ઇનિસિયેટિવ દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ સહિત વિવિધ કેટેગરીમાં સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે.

જેના સદર્ભમાં ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (I2IM) કોલેજમાં MBAમાં થર્ડ સેમિસ્ટરમાં અભ્યાસ કરતાં મુળ ભાવનગરના અને સુરતમાં વસતા કેયૂર સવાણીએ MBAમાં ફર્સ્ટ સેમિસ્ટરમાં 9.52 SGPA મેળવ્યા હતા અને CSR એક્ટિવિટી માટે મેનેજમેન્ટ કેટેગરીમાં સ્કોલરશીપ પ્રાપ્ત કરી હતી.જેના પગલે 1 વર્ષ માટે રૂ. 1 લાખ  લેખે 2 વર્ષ માટે રૂ. 2 લાખની  નેશનલ લેવલની સ્કોલરશીપ એનાયત કરવામાં આવી છે.જોકે વિદ્યાર્થીઓના ઉજ્વલ ભવિષ્ય માટે કોરોનાકાળમાં પણ શિક્ષણની અવિરત પ્રથા અને વિવિધ તજજ્ઞોના અનુભવનો લાભ લેવાએન્ડોમેન્ટ ચેર સેશન સીરીઝનું આયોજન કરાયું હતું.

જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા BBA અને MBA વિદ્યાર્થીઓને સાંપ્રત સમયની માગ મુજબ કૌશલ્યવર્ધન થકી તૈયાર કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં કેયૂર સવાણી ઇ કોમર્સ એપ્લીકેશનમાં સ્ટાર્ટઅપ-મેન્યૂફેક્ચરિંગ યુનિટ શરૂ કરવાનું સ્વપ્ન ધરાવે છે. નેશનલ લેવલની સ્કોલરશીપ મેળવવાની આ સિદ્ધિ હાંસલ કરવા બદલ I2IMના પ્રિન્સિપાલ ડો. ભાસ્કર પંડ્યા અને તેમના ફેકલ્ટી સભ્યોએ કેયૂર સવાણીને અભિનંદન પાઠવ્યા હતા.

છેલ્લા 8 વર્ષમાં 570થી વધું એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે

ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (I2IM)માં વિવિધ ક્ષેત્રના એક્સપર્ટ દ્વારા તેઓના અનુભવના આધારે તાલીમ આપવામાં આવે છે જેના અંતર્ગત કોલેજમાં  છેલ્લા 8 વર્ષમાં 570થી વધુ એક્સપર્ટ દ્વારા એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓને સામાજિક ક્ષેત્રે કામ કરવાની તાલીમ આપવામાં આવે છે

I2IMમાં  2006થી BBA, MBA અને Ph.D. અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ત્યારથી આ સંસ્થાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ સર્જનાત્મક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ માટે HELP હેઠળ સામાજિક ક્ષેત્રે કામ કરવાની તાલીમ આપવામાં આવે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં HELP, કૉમ્યુનિટી ક્લબ-પ્રયાસ,  બ્રિજ કોર્સિસ,  ઇન્ડસ્ટ્રીયલ ટુર્સ/વિઝિટ, મેનેજમેન્ટ મીટ, મેનેજમેન્ટ સેમિનાર સીરિઝ ‘માનસ’ વગેરેનો સમાવેશ થાય છે.

Most Popular

To Top