World

સર્બિયાની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, 8 બાળકો સહિત 9ના મોત

બેલગ્રેડ: સર્બિયાની (Serbia) રાજધાની બેલગ્રેડમાં ફાયરિંગની (Belgrade Firing) ઘટના સામે આવી છે. એક 14 વર્ષના વિદ્યાર્થીએ (Student) શાળામાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો છે. ફાયરિંગમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 8 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે સાતમા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ (Arrest) કરવામાં આવી છે.

સર્બિયાના આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું કે 14 વર્ષના છોકરાએ બુધવારે સવારે બેલગ્રેડમાં એક ક્લાસ રૂમમાં તેના શિક્ષકને ગોળી મારી હતી. ઘટના વ્લાદિસ્લાવ રિબનીકર પ્રાથમિક શાળાની છે. અહીંના એક વિદ્યાર્થીના પિતા મિલાન મિલોસેવિકે જણાવ્યું હતું કે તેમની પુત્રી તે વર્ગમાં હતી જ્યાં બંદૂકથી ફાયરિંગ થયું હતું.

મિલોસેવિકે કહ્યું, મારી દીકરી ભાગવામાં સફળ રહી. છોકરાએ પહેલા શિક્ષકને ગોળી મારી અને પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.  મેં સિક્યોરિટી ગાર્ડને ટેબલ નીચે પડેલો જોયો હતો. મેં બે છોકરીઓને તેમના શર્ટ પર લોહીથી લથપથ જોયા હતા.

નિવેદન અનુસાર, પોલીસને સવારે લગભગ 8:40 વાગ્યે વ્લાદિસ્લાવ રિબનીકર પ્રાથમિક શાળામાં ગોળી ચલાવવાનો ફોન આવ્યો હતો. શંકાસ્પદ કિશોર સાતમા ધોરણનો વિદ્યાર્થી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિએ તેના પિતાની બંદૂકમાંથી અન્ય વિદ્યાર્થીઓ અને શાળાના ગાર્ડ પર ઘણી ગોળી ચલાવી હતી. 

સર્બિયન મીડિયાના અહેવાલો અનુસાર ગોળીબારમાં શાળાના રક્ષકનું મોત થયું છે. હાલમાં પોલીસે આ ઘટના અંગે કોઈ વધારાની માહિતી આપી નથી. સ્થાનિક મીડિયા ચેનલો પર પ્રસારિત થયેલા ફૂટેજમાં શાળાની બહાર ચિંતિત વાલીઓની ભીડ જોવા મળી હતી.

વ્લાદિસ્લાવ રિબનીકર પ્રાથમિક શાળા મધ્ય બેલગ્રેડની જાણીતી શાળા છે. ફાયરિંગની ઘટના બાદ પોલીસે આ સ્કૂલની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો હતો. સર્બિયામાં, બાળકો આઠ ધોરણ સુધી પ્રાથમિક શાળાઓમાં ભણે છે. 

Most Popular

To Top