Gujarat

હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા 12 શ્રમિકોનાં મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

મોરબી: હળવદ (Halwad) ખાતે મીઠાના કારખાનામાં (Salt Factory) મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ છે. GIDCમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી થઈ જતા 12 શ્રમિકોના (Workers) મોત (Death) થયા છે. જ્યારે 20થી વધુ શ્રમિકો હજી કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તંત્ર દ્વારા દિવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોના મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ છે. આ દુર્ઘટનાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. આ મામલે તંત્ર દ્વારા ત્રણ દિવસની તપાસ બાદ અહેવાલ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

મોરબીમાં હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થઈ જતાં 20થી વધુ શ્રમિકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ દુર્ઘટનામાં 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે હજી 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાના પગલે જિલ્લા કલેકટર ઘટનાસ્થળે પર પહોંચ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ 12 વાગ્યાના અરસામાં રોજની જેમ જ મીઠાની ગુણ મૂકવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દીવાલ નીચે દટાઈ ગયા હતા. દુર્ઘટના સર્જાતા જ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન 12 શ્રમિકોનાં મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ અનેક શ્રમિકો મીઠાની ગુણ અને દીવાલના કાટમાળ નીચે દટાયા છે, તંત્ર દ્વારા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top