SURAT

સુરતમાં નીરવ મોદીની કંપનીના 230 કરોડના હીરા-ઝવેરાત માત્ર 20 કરોડના નીકળ્યા

સુરત: પંજાબ નેશનલ બેંક (P&B bank) સાથે 11000 કરોડની ઠગાઇ (fraud) કરીને બ્રિટન (Britain) ભાગી છૂટેલા કૌંભાડી હીરા ઉદ્યોગકાર (diamond industrialist) નીરવ મોદી (nirav modi)ના યુનિટોમાંથી ઇડી અને સીબીઆઇને રિકવરીની જે અપેક્ષા હતી. તેના પ્રમાણમાં ખુબ ઓછા હીરા અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી મળી શકી છે. ભારત સરકારે નીરવમોદીને લંડનથી પરત લાવવા માટે બ્રિટિશ કોર્ટમાં પ્રત્યાપર્ણ માટે ડોક્યુમેન્ટ રજૂ કરતા પહેલા નીરવ મોદી અને મેહૂલ ચોકસીની કંપનીઓમાં પડેલા માલનું વેલ્યુએશન કરવામાં આવ્યું હતું.

દિલ્હી ઇડી દ્વારા જ્વેલરી સંગઠનના સુરતમાં રહેતા એક હોદ્દેદાર પાસે સચિનમાં આવેલા સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં નીરવ મોદીની બે કંપનીઓનું સીલ ખોલાવી ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રા.લિ અને ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રા.લિ તથા બેલ્જિયમ સ્ક્વેરમાં આવેલી ત્રીજી કંપનીમાં પડેલા માલનું વેલ્યુએશન કરવામાં આવ્યું હતું. નીરવ મોદીની કંપનીના મેનેજરોએ સુરતમાં તેની કંપનીઓ પાસે 230 કરોડનો માલ પડ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ વેલ્યુઅરે 500 હીરાજડિત વીંટી, સ્ટડેડ જ્વેલરી અને ડાયમંડનું વેલ્યુએશન કરતા બધું મળીને માત્ર 20 કરોડનો માલ હોવાનો રિપોર્ટ તૈયાર કરીને આપતા ઇડીના અધિકારી ચોંકી ઉઠ્યા હતા. વેલ્યુઅરનો રિપોર્ટ ઇડી અને સીબીઆઇએ નાણામંત્રાલય અને આરબીઆઇને મોકલ્યો હતો. જે માલ મળ્યો હતો તેમાં મોટા ભાગનો માલ સીવીડી ડાયમંડ અને સીવીડી-નેચરલ ડાયમંડ મિક્સ, સ્ટડેડ જ્વેલરીનો હતો.

સચિન સેઝમાંથી નીરવ મોદીનો જે માલ સીઝ કરાયો તેમાં 70 ટકા માલ સીવીડી ડાયમંડ હતા

સુરતના વેલ્યુઅરે સતત બે દિવસ સુધી એકે-એક વસ્તુની નોંધ કરી હતી. ઇડીની ટીમને બીજા દિવસે જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તેમાં નોંધવામાં આવ્યું હતું કે 230 કરોડનો દર્શાવવામાં આવેલો માલ 20 કરોડનો છે. અને તેમાં પણ 70 ટકા સીવીડી ડાયમંડ છે. સ્ટડેડ જ્વેલરી અને નેચરલ ડાયમંડનો માલ માત્ર 30 ટકા છે.

શું હતી મોડસ ઓપરેન્ડી?

સચિન સેઝથી નીરવમોદીની આ બન્ને કંપનીઓ 70 ટકા જેટલો માલ એક્સપોર્ટ કરતી હતી. સેઝમાં તપાસ દરમિયાન એજન્સીઓને ચોંકાવનારી માહિતી મળી હતી તે પ્રમાણે નીરવ મોદી ઉંચી કિમતના પર્લ (મોતી) ઇમ્પોર્ટ કરી લોકલ માર્કેટમાં વેચી દેતા હતા અને હલ્કી ગુણવત્તાના પર્લ અને જ્વેલરી એક્સપોર્ટ કરતા હતા. સમગ્ર મામલો ઓવરવેલ્યુએશનનો હોવાથી જે માલ જપ્ત થયો તે પણ ખુબ ઓછી કિંમતનો હતો.

Most Popular

To Top