Vadodara

સગીરાએ મિત્રતા કરવાની ના પાડતા યુવકે એસીડ અટેકની ધમકી આપી

વડોદરા, તા. ૨૩

સત્તર વર્ષીય સગીરાએ મિત્રતા કરવાની ના પાડતા યુવકે એસીડ છાંટી દેવાની ધમકી આપતા સગીરાએ તેના માતા – પિતાને આ બનાવ અંગે જાણ કરતા પરિવારજનોએ અભયમ ટીમને બનાવ અંગે જાણ કરી હતી જેથી ટીમ દ્વારા બન્ને પક્ષે સમજ કેળવીને યુવકની વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરી હતી.

મકરપુરા વિસ્તારમાં રહેતી સગીરાએ અભયમને કોલ કરીને જણાવ્યું હતું કે, ગત નવ મહિના પહેલા નવરાત્રીમાં મહેશ(નામ બદલ્યું છે,) નામના છોકરાને મળી હતી . ત્યારબાદ મહેશે પિંકી(નામ બદલેલ છે.) ની બહેનપણી પાસેથી પીંકીનો નંબર માંગતા તેને યુવકને આપ્યો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે થોડા સમય માટે વાતચિત્ત થઇ હતી બાદમાં પિન્કીને તેનું વર્તન અયોગ્ય લાગતા છેલ્લા ત્રણ મહિનાથી તેને બ્લોક કરી દીધો હતો. જેથી મહેશ પિંકીના સ્કુલમાં જઈને ધમાલ મચાવતો હતો અને વાત કરવા માટે દબાણ કરતો હતો. જેથી આ બાબતે પિંકીએ તેના પરિવારજનોને જાણ કરી હતી જેથી તેની માતાએ મહેશને પિંકીની ઉમર નાની હોવાનું જણાવ્યું હતું. તે છતાં પણ યુવક સગીરાની માતાને ફોન પર ધમકી આપતો હતો. આજે યુવક ઘરે આવી જઈને સગીરા પર એસીડ છાંટવાની ધમકી આપતા આખરે પરિવારજનોએ અભયમને કોલ કરતા મહેશ તેના મિત્રો સાથે ગાડીમાં બેસીને ભાગવાનો પ્રયત્ન કરતો હતો.જેથી  ટીમ મહેશના ઘરે જઈ છોકરા ને ગાડી ઉભી રાખી રોક્યો હતો અને તેમના ઘરે સમજાવતા જાણ્યું કે  છોકરા ની ઉંમર 19 વર્ષ છે  જે બાબતે ટીમ એ કાયદાકીય માહિતી આપતા કડક પગલાં લેવા માં આવશે તેમ સમજાવેલ અને હાલ લગ્ન માટે ઉંમર નથી ખોટી રીતે હેરાન ગતિ કરવું ધમકી આપવું એ ગુનો બને છે છોકરા એ હવે પછી તેમ નહીં થાય તેમ જણાવતા કહ્યું પણ છોકરા ના માતા પણ છોકરા ના વર્તન થી ત્રાસી ગયા હોય અને પીડિતા અને તેમના મમ્મી ને રોજ હેરાનગતિ ને કોલ પર ધમકી આપતા હોવાથી બાપોદ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Most Popular

To Top