Charchapatra

વેલ્ડન યંગ ઈન્ડિયન બ્રિગ્રેડીયર

ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1 થી ટેસ્ટ સીરિઝ હરાવીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ પરાક્રમ ભારતે બીજીવાર કરી પુરવાર કરી બતાવ્યું છે કે ભારતની તાકાતની ક્યારેય પણ કિંમત ઓછી આંકી શકાય નહી. ક્રિકેટની દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે જે અશકયને શક્ય કરી બતાવે છે. ગૌરવશાળી વિજય માટે દરેક ભારતીય ક્રિકેટ પ્રેમી ગૌરવની લાગણી અનુભવે છે.

પહેલી ટેસ્ટ હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટીમની ચારે બાજુથી ખૂબ ટીકા થઈ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સહિત ત્યાંના મિડીયાવાળા ગેલમાં આવી ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં કહેવુ પડે ન્યુ કેપ્ટન અજિકેય રહાણેએ સ્વસ્થતા ધારણ કરી તદ્દન નવા ખેલાડીઓમાં શકિતનો સંચાર કરી બીજી ટેસ્ટનો બહાદૂરી પૂર્વક મુકાબલો કરી જીત મેળવી બધાની બોલતી બંધ કરી દીધી.

ત્રીજી ટેસ્ટ પણ અસાધારળ તાકાત દ્વારા સામે પક્ષની નેગેટીવ બોલિંગનો માર ખાઈને ત્રીજી ટેસ્ટને ડ્રો કર્યા બાદ ચોથી ટેસ્ટને જીતવા માટે ઓસ્ટ્રેલિયન ટીમે મરણીયા પ્રયાસ કર્યા તેઓ જૈસી કરણી વૈસી ભરણીના ભોગ બન્યા. ધોળે દિવસે શુભમન ગીલે, ચેતેશ્વર પૂજારાએ, કેપ્ટન રહાણેએ એ સાથે ક્યારેય નહીં ભુલાય એવા વિકેટકીપર બેટસમેન ઋષભ પંતે હશેળીમાં તારા બતાવી દીધા.

ભારતે શાનદાર જીત હાંસલ કરી બતાવી. આ ટેસ્ટમાં તાજેતરમાં જેમના પિતાનું અવસાન થયું એવા સિરાઝ મોહંમદને પણ સદા યાદ કરાશે. આ ટેસ્ટમાં પાંચ વિકેટ અને શ્રેણીમાં કુલ 13 વિકેટ સાથે નંબર વન ધારણ કર્યો. મોટા ભાગની ટીમ ઘાયલ હોવા છતાં સામે હરિફ ટીમના ખેલાડીઓનું બેહુદુ વર્તન, નેગેટીવ બોલિંગ અને પ્રેક્ષકોની રંગભેદી ઉશ્કેરણી છતાં વિચલીત થયા વિના ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ધરતી પર તિરંગો લહેરાવી દેશદાઝના દર્શન કરાવી દીધા. એની જરૂર પ્રશંસા થવી જોઈએ. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેન અને એના સાથી ખેલાડીઓએ વાણી વર્તન વહેવાર દ્વારા ‘બોર્ડર ગવાસ્કર’ શ્રેણીની ઈજ્જત ઘટાડી છે. એની ટીકા અવશ્ય થવી જોઈએ.

સુરત     – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top