Vadodara

વડોદરા : 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો

છેલ્લા ત્રણ મહિનાથી આરોપી નાસતો ફરતી હતો દરમિયાન મકરપુરા ગામના ઘરે આવતા ઝડપાયો

મકરપુરા પોલીસે કાર અને કપડા કરી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો

મકરપુરા વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી કરજણ તરફ લઇ ગયો હતો અને હાઇવે પર  કારમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ પરત મુકી ગયો હતો. છેલ્લા ત્રણ મહિનાથી આરોપી નાસતા ફરતો હતો. દરમિયાન મકરપુરાના ઘરે આવતા પોલીસે તેને ઘરેથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર અને કપડા કબજે કરી લીધા હોય દુષ્કર્મ ગુજારનાર આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

31 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે વડોદરા શહેરના મકરપુરા ગામ વિસ્તારમાં રહેતા આર્યન દિનેશ પટેલ પોતાના કારમાં 15 વર્ષીય સગીરાને બેસાડી અપહરણ કરી  ભગાડી ગયો હતો. ત્યારબાદ સગીરાના પોતાના કારી કરજણ તરફ લઇ ગયો હતો અને કારમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. હવસ સંતોષાઇ ગયા બાદ નરાધામ સગીરાને તેના વિસ્તારમાં છોડીને ભાગી ગયો હતો. સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી. પરંતુ આરોપી છેલ્લા ત્રણ ચાર મહિના પોલીસ ધરપકડથી બચવા માટે કરજણ, પોર અને ભરૂચ વિસ્તારમાં નાસતો ફરતો હતો. દરમિયાન 30 માર્ચને શનિવાર રોજ દુષ્કર્મ ગુજારના આરોપી આર્યન પટેલ મકરપુરા ગામના તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા વેંત પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને દુષ્કર્મીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન ગુનામાં ઉપયોગ લેવાયેલી કાર અને કપડા કબજે કરી કરી આરોપીને પોલીસ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

Most Popular

To Top