Vadodara

રાવપુરાના પટ્ટણી મોહલ્લામાં વહેલી સવારે તસ્કરોએ બંધ મકાનમાં હાથ સફાયો કર્યો

વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પટ્ટણી મોહલ્લામાં રહેતા દર્શનભાઈ પારેખ ગતરોજ અંગત કામને લઈને આણંદ ગયા હતા આજુબાજુમાં રહેતા લોકો દ્વારા તેઓને ટેલીફોન કરી તેમના ઘરે ચોરી થઈ છે તેવી જાણ કરતાની સાથે જ તેઓ આજે વહેલી સવારે વડોદરા પરત ફર્યા હતા.

ત્યારે પોતાના મકાનના દરવાજાના નકુચા તૂટેલા જોતા ની સાથે જ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ તેઓએ ઘરમાં પ્રવેશ કર્યો તમામ ચીજ વસ્તુઓ વેરવિેખેર પડી હોવાથી તાત્કાલિક તેમને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પહોંચ્યા જ્યાં તિજોરી ખુલ્લી હતી અને તમામ સામાન્ય વિચાર પડ્યો હતો તિજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ તસ્કરો દ્વારા હાથ સફાયો કરી વન ટુ કા ફોર થઈ ગયા હતા.

દર્શન પારેખના જણાવ્યા મુજબ તિજોરીમાં 8 થી 10 તોલા સોનુ અને 25 થી 30 હજાર રોકડ રકમ થઈને આશરે પાંચ થી છ લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

સમગ્ર ચોરીની ઘટનાની જાણ દર્શન પારેખ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ગણતરીના કલાકોમાં પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી અને પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top