Business

વડોદરામાં કોણ ઉમેદવાર હશે તેના સસ્પેન્સ પરથી પરદો ઊંચકાશે

  • ભાજપાની બીજી યાદી મંગળવારે જાહેર થવાની શક્યતા 
  • જુના જોગીને ટિકિટ કે પછી કોથળામાંથી બિલાડું નીકળશેની ચર્ચા

લોકસભાની ચૂંટણી માટેની તારીખોનું એલાન હજુ સુધી નથી કરવામાં આવ્યું  ત્યારે ભાજપા દ્વારા મંગળવારે બીજી યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેમાં ગુજરાતની બાકી રહેલી 11 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. 

ભાજપાની સંસદીય બોર્ડની બેઠક પૂર્ણ થઇ ગઈ છે. અને બીજી યાદી લગભગ તૈયાર થઇ ગઈ છે. ત્યારે મંગળવારે આ યાદી જાહેર થઇ શકે છે. સંભવતઃ ગુજરાતની 11 બેઠકો ઉપર જે નામ બાકી છે તેઓના નામની પણ જાહેરાત થઇ શકે છે. વડોદરામાં ભાજપાનો ઉમેદવાર કોણ હશે તેની સહુ રાહ જોઈ રહ્યા છે. જુના જોગીને રિપીટ કરવામાં આવે છે કે પછી નો રિપીટ થિયરી અપનાવી નવો ચહેરો મુકવામાં આવે છે તેની ચર્ચા છે. જો કે ભાજપા હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું છે તેવામાં વડોદરામાં પણ કોઈ અચંભામાં મૂકી દે તેવા ઉમેદવારના નામની તો જાહેરાત નહિ થાય ને તે અંગે પણ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે સહુની આતુરતાનો અંત મંગળવારે સાંજ સુધીમાં આવી જાય તેવી શક્યતા છે. 

Most Popular

To Top