Business

પોલીસ કર્મીની ફેટ પકડી બીજીવાર અહિયા આવશો તો જાનથી મારી નાખીશુ તેવી 4 શખ્સોની ધમકી

ગોરવા પંચવટી વિસ્તારમાં પાડોશીઓ પાર્કિંગ મુદ્દે ઝઘડો કરતા હોય દંપતીએ પોલીસ બોલાવી

પીસીઆર વાન પર પથ્થરોથી હુમલો કરનાર ચાર શખ્સો પૈકી બેની ધરપપકડ, બેે વોન્ટેડે

શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં પાડોશી ચાર લોકોએ દંપતી સાથે ઝઘડો કર્યો હતો. જેથી દંપતીએ પોલીસને ફોન કરતા જવાહરનગર પોલીસ સ્ટેશનના કર્મીઓ પીસીઆર વાન લઇને ચાર શખ્સને લેવા માટે આવ્યા હતા ત્યારે આ માથાભારે લોકોએ પોલીસ કર્મીની ફેટ પકડી ઝપાઝપી કરી હતી. બાદમાં બીજીવાર આબાજુ ગાડી લઈને આવશો તો જાનથી મારી નાખીશુ જીવતા છોડીશુ નહી તેવી ધમકી આપી પી.સી.આર વાન ઉપર પથ્થરોથી હુમલો કર્યો હતો. જેથી ચાર સામે પોલીસની કામગીરીમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી. જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પો.કો.તરીકે ફરજ બજાવતા મહેશભાઈ નવલાભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રવિવારે ઈન્ચાર્જમાં પોકો દીલીપભાઈ માનસિંગભાઈ સાથે મારી નોકરી પીસીઆર 12 પર રાત્રીના સમયે હતી. તે દરમ્યાન કંટ્રોલ તરફથી વરધી મળી હતી કે રાજેંદ્રભાઈ ઈશ્વરભાઇએ ફોન કરી જણાવ્યું હતું કે ગોરવા પંચવટી અંબિકાપાર્ક સોસાયટીની બાજુમાં ખોડિયારપાર્ક સોસાયટીમાં કેટલાક માણસો મારી સાથે ઝઘડો કરી રહ્યા છે. જેની વરધી મળતા વેત જ પોલીસ કર્મીઓ પીસીઆર વાન સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને રાજેન્દ્રભાઈને મળતા તેઓ હકીકત વર્ણવી હતી કે અમારા પાડોશમા રહેતા છગન હરજી દાયમા, સુરેશ છગન દાયમા, રાજેશ ખીચી મારી તથા મારી પત્ની સાથે સોસાયટીમાં વાહન પાર્કિંગ કરવા મુદ્દે ઝઘડો કરે છે. જેથી જવાહરનગર પોલીસનો સ્ટાફ 10 માર્ચના રોજ રાત્રીના સમયે પીસીઆર વાન સાથે પકડવા માટે ગયા હતા. ચાર લોકોએ પોલીસ કર્મી સાથે પણ ગાળાગાળી કર્યા બાદ ફેટ પકડી ઝપાઝપી કરવા લાગ્યા હતા. ચાર લોકોએ બીજીવાર આબાજુ ગાડી લઈને આવશો તો તેમને જાનથી મારી નાખીશુ જીવતા છોડીશુ નહી તેવી ધમકી આપી હતી.ત્યારબાદ સરકારી પીસીઆર વાન ઉપર પથ્થરોથી હુમલો કરી તમારી વાનને જવા નહી દઈએ તેમ જણાવ્યું હતું. ચારેય આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરી હતી. જેથી જવાહરનગર પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરીને લોકેશ ખિચી તથા રાજેશ ખિંચીની ધરપકડ કરી હતી. જ્યારે છગન દાયમા અને સુરેશ દાયમા સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top