Vadodara

વડોદરાના બાહુબલી કાઉન્સિલર અલ્પેશ લિંબચિયાએ હાઈવેની લકી હોટેલમાં દારૂ સાથે પહોંચી ધમાલ કરી

  • મિત્રો સાથે હાઇવે પરની હોટેલમાં ટેબલ ઉપર દારૂની બોટલો મૂકતા વિવાદ
  • રાજપાટમાં હોટલ સંચાલકો સાથે મારામારી કરી

શહેરના વોર્ડ નંબર 19 ના કોર્પોરેટર અલ્પેશ લીમ્બચીયા પુનઃ એક વખત વિવાદમાં આવ્યા છે હાઈવે પરની એક હોટલ ઉપર મિત્રો સાથે જમવા ગયેલા કોર્પોરેટરે હોટલના ટેબલ ઉપર જ દારૂની બોટલ મુકતા વિવાદ સર્જાયો હતો. હોટલના માલિકે દારૂ પીવાની મનાઈ કરતા તેઓએ હોટલના સંચાલકો સાથે મારામારી કરી હોવાનો પણ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે.અગાઉ પત્રિકા કાંડ ની અંદર સંડોવાયેલા વોર્ડ નંબર 19 ના ભાજપના સસ્પેન્ડ કોર્પોરેટર અલ્પેશ લીમ્બચીયા પુનઃ એક વખત વિવાદમાં આવ્યા છે. હાઈવે ઉપરની નોન વેજના ચાહકોની માનીતી લકી હોટલ ઉપર તેઓ મિત્રો સાથે જમવા ગયા હતા અને ત્યાં જ હોટલના ટેબલ ઉપર દારૂની બોટલ મૂકી મિત્રો માટે દારૂના પેગ બનાવતા હતા. દરમિયાન વેઇટરે તેઓને ના પાડતા તેઓ અટક્યા ન હતા તેથી વેઇટર દ્વારા હોટલના માલિકને બોલાવી લાવવામાં આવ્યા હતા અને હોટલમાં દારૂ ન પીવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે રાજા પાઠમાં બેઠેલા કોર્પોરેટરે પોતાના મિત્રો સામે પોતાની ઈજ્જત ન જાય તે માટે હોટલના સંચાલક સાથે બોલાચાલી કરી હતી અને વાત મારામારી સુધી પણ પહોંચી હતી. જોકે ત્યારબાદ તેઓને માલુમ પડ્યું કે વડોદરા શહેરના કેટલાક યુવાનો પણ આસપાસ બેઠા છે જેથી સમયને પારખી તમામ મિત્રો ત્યાંથી નાસી છૂટ્યા હતા. હોટલના સંચાલકે પણ આ બાબતે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી કારણ કે અગાઉ આ હોટલમાં અંદર બેસીને જ દારૂ પીવાની પરવાનગી આપવામાં આવતી હતી પરંતુ હવે હોટલમાં દારૂ બહારથી પી ને આવી શકાય છે .અંદર બેસીને પીવાની મનાઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે અને હાલ તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે

Most Popular

To Top