National

યુનિ.ની વિદ્યાર્થિનીનો અદિતી હોટલમાં ભેદી રીતે આપઘાત

વડોદરા: સયાજીગંજની અિદતી હોટલમાં યુનિવર્સિટીની િવદ્યાર્થીનીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને અગમ્ય કારણસર આપઘાત કરી લેતા સયાજીગંજ પોલીસે અંગ્રેજીમાં લખેલી સુસાઈડ નોટ કબ્જે કરીને અકસ્માત મોતના કાગળ કર્યા બાદ ઉંડી તપાસ હા ધરી હતી.

સયાજીગંજ સ્થિતિ અદિતી હોટલમાં બીજા માળે કરૂણ બનાવ બન્યો હતો. રૂમ નં-202 માં 11 વાગે સોનમ કુમારી સુનીલકુમાર (મધુવન થાના કુઢની, કિશનપુર, બિહાર) ચેક ઈન કરીે રૂમમાં હતી.  જો કે હોટલ સ્ટાફે પોલીસને જણાવ્યું હતુ કે સાંજે 4 વાગે 2 અજાણ્યા યુવાન વિદ્યાર્થીનીને મળવા આવ્યો હતો.

તેઓ હોટલના કોરીડોરમાં જ મળવા માટે કોલ કર્યો હતો. પરંતુ યુવતીએ ફોન જ ના ઉઠાવ્યો. અનેક વખત સંપર્ક કરવા છતાં કોઈ રીપ્લાય ના મળતા વોર્ડ બોય રૂમ પાસે જઈને દરવાજો ખટખડાવ્યો છતાં કોઈ પ્રશ્નોતર ના મળતા મેનેજરે ડુપ્લીકેટ ચાવી વડે રૂમ ખોલતા જ ચોંકી ઉઠ્યાં હતાં.

સોનમકુમારી પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળા ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા જ પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક પુછતાછ બાદ લાશ ઉતારીને તપાસ કરતા અંગ્રેજી ભાષામાં લખાણ કરેલી સુસાઈડ નોટ મળી આવી હતી. પોલીસે મૃતકના પરિવારજનોને તુરંત જાણ કરી હતી.

અને સુસાઈડ નોટ કબ્જે કરીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડીને અકસ્માત મોતના કાગળ તૈયાર કર્યા હતાં. વાઘોડીયાની વડોદરાની હોટલમાં ભેદી સંજોગોમાં અંતિમ પગલુ ભરતી વિદ્યાર્થીનીના મોત અંગે અનેક રહસ્યના વમળો સર્જાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top