વડોદરા, તા. 3: 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થતાં પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થયું છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈવીએમ મતગણતરી શરૂ કરવામાં આવી હતી.
પ્રથમ રાઉન્ડના પરિણામ મુજબ:
શ્રી ભીખાભાઈ રબારી – 1,538 મત
શ્રી સતેન્દ્ર પટેલ – 3,178 મત
NOTA – 144 મત
કુલ મત – 4,860
પ્રથમ રાઉન્ડમાં શ્રી સતેન્દ્ર પટેલે 1,640 મતની સરસાઈ મેળવી છે.
આ પહેલાં ચૂંટણી ઓબ્ઝર્વર મોહિત બુંદાસ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલ અને ચૂંટણી અધિકારી દર્શન શાહે મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટ્રોંગ રૂમ નિયત સમય પર ખોલીને ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં પારદર્શક રીતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.