Business

ભૂલે બીસરે ગીતો કી યાદે

આજના યુવાનો શોખથી ગાયનો ગાય છે. તેમાંથી 99 ટકા ગાયનો જૂનાં જ હોય છે. ગીતકારો એટલી હદે મિનિંગ લેસ ગાયનો લખતા થઈ ગયા છે કે શબ્દોમાં વેઠ ઊતરી રહી છે. વાત માત્ર ગાયન હોવા ખાતર હોવું જોઈએ તેની નથી. જૂના ફિલ્મી ગીતો સમાજના સાવ અંતિમ છેડાઓને જોડવાનું કામ કર્યું છે જેની કિંમત અને તાકાત આજના નવા ગીતકાર-સંગીતકારોમાં નથી. 50, 60, 70 કે 80ના દાયકાના યાદગાર ફિલ્મોનાં અનિવાર્ય અંગ ગણાતાં હતા. સિમ્પલ હોવાની સાથે એમાં મધુર મેલોડિઝ હતી. શબ્દોમાં સરળતાની સાથે ડીપમિનિંગ્સ હતા. માત્ર ફિલ્મનાં પાત્રો સાથે અને સામાન્ય માણસની લાગણીઓ સાથે ડાયરેક્ટ ઇમોશનલ કોન્ટેક્ટ હતો સોશિયલ મીડિયા ન હતું છતા ત્રોતાઓની પસ્તાળ પડી જતી. સમાજને અનુલક્ષીને ફિલ્મની સિચ્યુએસન સાથે મેળ પડતો. વાર તહેવારના ગીતોની રમઝટ રેડીયો પર ઝામતી ખાસ તો લગ્ન પ્રસંગે ફિલ્મનાં ગીતો સંભળાતા આખે આખી ફિલ્મ દેશ પ્રેમ કે દેશ ભક્તિ વિશેની હોય પણ કોઈ સિચ્યુએશન ઇટમીટ કરી ગીત જમાવી દેતા. શ્રોતાઓના મનહૃદયને હલાવી દેથા. દિવાળી, હોળી, જન્માષ્ટમી, મકર સંક્રાતિ, કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, 2જી ઓક્ટોબરના ગીતોની વાત જ ન્યારી હતી. એમા વળી પ્રેમી, મિત્રતા, સુખદુ:ખનાં ગીતો બર્થડેના ગીતો કેમ ભૂલાય.
ગંગાધરા – જમિયતરામ હ.શર્મા          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સિરપના નામે આલ્કોહોલ શું કાયદેસર પી શકાય?
સિરપમાં આલ્કોહોલ હોય છે તે બહુ જૂની વાત છે. વર્ષો પહેલાં પણ સરકાર દવાખાનામાં દર્દી તરીકે લોકો જતા અને આ રીતે ‘કાયદેસર આલ્કોહોલ’નું સેવન કરતા. આપણી સરકાર નાદાન નથી. દારુબંધીનું પાલન કેવું કરાવવું, કયાં કરાવવું, કયાં ન કરાવવું તે તેઓ વર્ષોથી જાણે છે. જયારે વિવાદ થાય છે કે તરત તેઓ કાર્યવાહીનો ડોળ કરે છે. જે તે વખતે મામલો શાંત પાડવા પૂરતી જ હોય છે. હવે આ સરકાર કહે છે કે 12 ટકાથી વધુ આલ્કોહોલ તો ગુનો નોંધાશે અને તેનો અર્થ એવો થાય કે 12 ટકા તો માન્ય છે જ. ગુજરાત સરકાર હવે દારુબંધી વિશે પુર્નવિચાર કરે કે તે ખરેખર શું ઇચ્છે છે? દારૂબંધીના પાલન માટે તૈયાર નથી તો તેના દેખાડા શા માટે? આયુર્વેદિક સિરપના નામે જો આલ્કોહોલને પરમીટ આપો છો તો તેમાં તેઓ પોતાને જ છેતરે છે. પાનના ગલ્લાવાળા આવી સિરપ રાખતા હોય તેનો અર્થ શું દારૂબંધીની આગ્રહી સરકાર સમજતી નથી.
વલસાડ           – સુરેશ પ્રજાપત    -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે..

આખુ વિશ્વ માંદુ પડયું છે, કોણ ચિંતા કરશે?
દેશ અને દુનિયામાં હવે કાયમી માંદગીનો માહોલ છે અને તેનું કારણ હવા, પાણી, અન્ન, ભૂમિ બધું પ્રદુષિત છે. પર્યાવરણની ચિંતા હકીકતે તો જીવનની ચિંતા છે. હમણાં ચીન ફરી ત્યાંની ભેદી બિમારીને કારણે ચર્ચામાં છે. હુ તેની ચિંતા કરે છે પણ આ ચિંતા વ્યાપક સ્તરની હોવી જોઇએ અને તેને નિર્ણાયક તપાસ સુધી પહોંચાડવા દરેક દેશોએ દબાણ કરવાની જરૂર છે. ચીને કોવિડ-19 વખતે પણ ઘણા રહસ્યો જાળવી રાખેાલ અને આખા વિશ્વને તેના ભોગ બનવું પડેલું. આ વખતે પણ એમ જ થઇ રહ્યું છે. જો માનવજાતની ચિંતા કરવી હોય તો દરેક દેશોમાં દૃઢતાપૂર્વક અનેક પગલા લેવા પડશે અને માણસોએ પોતાની જીવન પધ્ધતિ બદલવા ગંભીર થવું પડશે. બજારને હવાલે મનુષ્યને સોંપી ન શકાય.
વાંકાનેર           – નીલુ ત્રિવેદી      -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top