Business

ભારતીય ફિલ્મોના ભીષ્મ પિતામહ

દાદાસાહેબ ફાળકે – 30 એપ્રિલ, જન્મદિવસ ભારતીય સિનેમાની પહેલી ફીચર ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર બનાવી સિનેમાની શરૂઆત કરનાર, સિનેમા ક્ષેત્રે પ્રદાન કરનારને સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય,એ જેમના નામે સરકારે શરૂ કર્યા એ નિર્માતા,નિર્દેશક,પટકથાલેખક જે ભારતીય સિનેમાના પિતા કહેવાય છે એ ધુંડીરાજ ગોવિંદ ફાળકે અર્થાત્ દાદાસાહેબ ફાળકેનો જન્મ 30-4-1870 ના રોજ નાસિક પાસેના ત્ર્યંબકેશ્વર ગામે થયો હતો.પિતા મુંબઈમાં સંસ્કૃતના પ્રોફેસર તેથી મુંબઈનિવાસ દરમ્યાન ફિલ્મ નિર્માણ અને કલાના ક્ષેત્રમાં પ્રવેશ્યા.તેમનામાં કલાકારને નિખારવામાં ગુજરાત પણ કારણભૂત બન્યું હતું.

વડોદરામાં નિવાસ અને અભ્યાસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં,ગોધરામાં ફોટોગ્રાફીની તાલીમ,અમદાવાદમાં એક ઔદ્યોગિક પ્રદર્શનમાં સુવર્ણચંદ્રક જીત્યા હતા.ઇંગ્લેંડ જઈ ફિલ્મ બનાવવાનો કસબ શીખીને તેમણે 95 ફીચર ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મો 19 વર્ષની કારકિર્દીમાં તેમણે બનાવી હતી,જેમાં મોહિની ભસ્માસુર,સત્યવાન સાવિત્રી,લંકાદહન,શ્રીકૃષ્ણ જન્મ અને કાલિય મર્દન વિગેરેનો સમાવેશ થાય છે. સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓએ ફિલ્મ બનાવવામાં તેમને સામાજિક,આર્થિક પ્રોત્સાહન આપ્યું હતું. દાદાસાહેબ ફાળકેનું અવસાન 16-2-1944 ના દિને થયું હતું.
સુરત     – સુરેન્દ્ર દલાલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top