Business

બુટલેગર ગોલુ સિંધી પર જીવલેણ હુમલો : પોલીસે 4ને ઝડપી પાડ્યા

વડોદરા : વારસીયામાં રહેતા અને હેપ્પી પાન હાઉસની દુકાન ચલાવતા વેપારી પર એક શખ્સે ચપ્પા વડે હુમલો કર્યો હતો. ત્યારે બાકીને બે લોકોએ તેમની ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત વેપારીએ સિટી પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. વારસીયાના ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા પાનનો ગલ્લો ચલાવતા ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવ (ઉં.વ.29) નોંધાવેલી ફરિયાદ મુજબ તા.5 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે આશરે બે એક વાગે હુ મારા મહોલ્લામાં ગરબા રમતો હતો. તે દરમિયાન મારા મોબાઇલ પર ક્મલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી (રહે. ખોડિયા નગર ન્યુ વીઆઇપી રોડ)નો ફોન આવ્યો હતો કે તેણે જણાવ્યું હતું કે હરી સિંધી ક્યા છે તેમ કહેતા મેં તેને જણાવ્યું હતું કે મને ખબર નથી તેમ કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને કહેવા લાગ્યો હતો હુ તારુ મર્ડર કરી નાંખીશ તેમ ધકમી આપતા મેં ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ હુ મારા ઘરની બહાર બેઠો હતો તે દરમિયાન કમલ ઉર્ફે કમુ તથા તેનો ભાઇ પવન ઉર્ફે ગોલુ બંસીલાલ તોલાણી તથા સોનુ તેની ફોર વ્હીલમાં ગાડી લઇને આવ્યા હતા. તેમાના કમલ ઉર્ફે કમુએ પાછળથી ચપ્પુ વડે મારી પર જીવલેણ હુમલો કર્યો હતો.તેના ભાઇ પવન તથા સોનુએ ગડદાપાટુનો મારવા લાગ્યા હતા. બુમાબુમ થતા મારી પત્ની તથા રહીશો મને છોડાવ્યો હતો. ત્યારબાદ સામે રહેતા શબ્બીર મલિકે તેની બાઇક મને તથા મારી બાજુમાં રહેતા વિશાલને બેસાડી જમનાબાઇ હોસ્પિટલમાં લઇ ગયા હતા. સારવાર બાદ મને વધુ સારવાર માટે એસએસજીમાં ખસેડાયો હતો.

સામે કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી નોંધવેલી ફરિયાદ મુજબ તેઓની કારમાં નવલીખી ગરબા જોવા માટે ગયા હતા. દરમિયાન ફરિયાદીએ શિવધારા સોસાયટી પાસેથી ધર્મેશ ઉર્ફે ગોલ ઉન્દ્રકુરમાર સચદેવને ફોન કરી જણાવ્યું હતું કે મારે હરી તા હેરીનું કામ છે જેથી ધર્મેશ ગોલુએ કુમલ તોલાણીને જણાવ્યું હતું કે હરીએ હરણી પોલીસ સ્ટેશમાં દારૂના ખોટુ નામ ખોલાવ્યું હતું. જેથી તુ વચ્ચે ના આવીશ આ આપણી બંને દુશ્મની થઇ જશે. જેથી ધર્મેશ ઉર્ફે ગોલુએ ગાળો બોલી પાઇપથી હુમલો કર્યો હતો. ત્યારે જ તેના મિત્રો લાલુ કહાર અને વિશાલ કહારે પાવડાના હાથા વડે હુમલો કર્યો હતો. કમલ તોલાણીને સારવાર માટે જમનાબાઇ હોસ્પિટલ બાદ એસએસજીમાં સારવાર માટે ખસેડાયા હતા.

Most Popular

To Top