Charotar

પી આઇ પ્રકરણમાં હજુ સુધી પ્રોહિબિશન ની ફરિયાદ ન થતા અચરજ

3 PI અને મળતીયાઓ સામે FIR દાખલ કરવા જાગૃત નાગરીકે નડિયાદ ટાઉનમાં ફરીયાદ આપી
નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ક્વાટર્સમાં થયેલી એક દારૂની મફેફીલના વીડિયોએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. ત્યારે આ સમગ્ર મામલે હવે શહેરના એક જાગૃત નાગરીકે નડિયાદ ટાઉન મથકે લેખિત ફરીયાદ આપી અને ત્રણેય પી.આઈ. તેમજ તેમના મળતીયાઓ સામે પ્રોહીબીશનની ફરીયાદ દાખલ કરવા માટે રજૂઆત કરી છે.
નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર હરપાલસિંહ ચૌહાણ, પશ્ચિમ પી.આઈ. યશવંત ચૌહાણ અને વડતાલ પી.આઈ. આર. કે. પરમાર તેમજ તેમના મળતીયા શ્લેષ પટેલ અને મનીષ જૈન સામે પ્રોહીબીશનની FIRn કરવા માટે નડિયાદના એક જાગૃત નાગરીકે નડિયાદ ટાઉન પોલીસને લેખિત ફરીયાદ આપી છે. ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં વાયરલ થયેલા વીડિયોએ રાજ્યમાં હડકંપ મચાવી હતી. તેમજ ખેડા જિલ્લાના આ ત્રણેય પી.આઈ.નો 17 સેકન્ડનો વીડિયો વાયરલ થતા પોલીસ પ્રશાસન પણ ભીંસમાં મુકાયુ હતુ. આ સમગ્ર મામલે વિભાગના નાયબ પોલીસ અધિક્ષકને ખાતાકીય તપાસ સોંપાઈ છે. જો કે, હજુ સુધી આ બાબતે મહેફીલમાં શામેલ પોલીસ ઈન્સપેક્ટર્સ અને તેમના મળતીયાઓ સામે પ્રતિબંધિત વિદેશી દારૂનો કબ્જો રાખવા બદલ ફરીયાદ નોંધાઈ ન હતી. જેના કારણે આ મામલે ફરીયાદ નોંધવાના હેતુસર આજે લેખિતમાં રજૂઆત કરાઈ છે. ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર મામલે શું પગલાં લેવાય છે, તે જોવુ રહ્યુ.

વીડિયો ઉતારનાર સસ્પેન્ડેડ પી.આઈ.નો વહીવટદાર
આ મામલે સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકીય ઈશારે જ ત્રણેય પી.આઈ.નો ખેલ પાડી દેવાયો હોવાની ચર્ચા છે. ત્યારે આખા પ્રકરણમાં વીડિયો કોણે ઉતાર્યો તે મહત્વનો પ્રશ્ન હતો. ત્યારે હવે આ વીડિયો નડિયાદ ટાઉનમાંથી સસ્પેન્ડ થયેલા પી.આઈ. હરપાલસિંહ ચૌહાણના જ મળતીયા ભીખા ઉર્ફે અનિલ પટેલે ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. ભીખો ઉર્ફે અનિલ પટેલ ફતેપુરા રોડ સ્થિત ‘આંબાવાડીયા કાફે’માં તમામ વહીવટ કરનારો વ્યક્તિ હોવાની પણ વિગતો છે. ત્યારે હવે પી.આઈ. હરપાલ ચૌહણનો વહીવટદાર હોવા છતાં આ વીડિયો કોના ઈશારે અને કોના કહેવાથી વાયરલ થયો તે પણ તપાસનો વિષય છે.


અનેક સટ્ટોડીયાના નામ અને આઈ.ડી. પણ ખુલ્યા
આ સમગ્ર મામલે ચર્ચાતી વિગતો મુજબ અનેક સટોડીયાઓના નામો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. તેમજ જે આઈ.ડી. પરથી સટ્ટો ચાલે છે, તેવા કેટલાય આઈ.ડી. પણ સામે આવ્યા છે. ત્યારે આ દિશામાં જો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો કરોડોનો વેપલો સામે આવે તેવી શક્યતાઓ છે.

Most Popular

To Top