National

ત્રણ-ત્રણ હત્યાને અંજામ આપનાર સાઈકો કિલર બન્યો UP પોલીસ માટે માથાનો દુખાવો

નવી દિલ્હી : લગાતાર ત્રણ-ત્રણ હત્યાને ઠંડે કલેજે અંજામ આપનાર એક સાઈકોપથ હાલ યુપી પોલીસ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. આ સિલસિલેવાર હત્યા UPના બારાબંકા ક્ષેત્રની છે જ્યાં કેટલાક મૃતદહે પોલીસની મળ્યા હતા જેમની બે રહેમી પૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ સાઈકો કિલરને શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. 6જેટલી પોલીસની ટીમ આ હત્યારાના પગેરા સુધી પહોંચવા દિવસ રાત એક કરી રહી છે. છતાં હજુ સુધી તે પોલીસને હાથ ચઢ્યો નથી પોલીસે હત્યારાનું એક પોસ્ટર પણ જાહેર કરી દીધું છે અને અપીલ કરી છે કે જે કોઈને પણ તેના વિષે જાણકારી મળે તેઓ તરત જ પોલીસનો સંપર્ક કરે.પોલીસ સૂત્રોએ આ કિલરની મોડેસ ઓપરેંટી પણ જાહેર કરી છે જે વૃદ્ધ મહિલાઓને ખાસ ટાર્ગેટ કરીને તેની નિર્મમ હત્યા કરીને ફરાર થી જાય છે.

સાઈકો કિલરને પકડવામાં નિષ્ફળ એસપી પાસેથી તપાસ ખેંચી લેવાઈ
હાલમાં પોલીસે આરોપીનો ફોટો વાયરલ કર્યો છે અને લોકોને તેને પકડવામાં મદદ કરવાની અપીલ કરી છે. સાયકો કિલર અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. હત્યારો ન પકડાયા બાદ એસપીએ ઈન્સ્પેક્ટર પાસેથી કેસ લઇ લેવામાં આવ્યો છે. અને અન્ય અધિકારીને તેની તાપસ સોંપી દેવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

પોલીસને ત્રણ મહિલાઓની હત્યા કરાયેલ બોડી મળી છે
પ્રાપ્ત માહિતી અનુસાર UPના અયોધ્યા જિલ્લામાં પ્રથમ મૃતદેહ મળી આવ્યો હતો. અને ત્યારબાદ તુરંત જ બીજી ડેડ બોડી 17 ડિસેમ્બરે બારાબંકીમાં મળી આવી હતી. બંને જિલ્લાની પોલીસે પોતપોતાના સ્તરે તપાસ શરૂ કરી હતી. દરમિયાન, 29 ડિસેમ્બરના રોજ શૌચ માટે નીકળેલી એક મહિલા રામસ્નેહીઘાટ પોલીસ સ્ટેશનથી 3 કિમી દૂર થેત્રાહા ગામમાં ગુમ થઈ ગઈ હતી. 30 ડિસેમ્બરે તેનો મૃતદેહ ખેતરમાંથી કપડા વગર મળી આવ્યો હતો.

પોલિસને હજુ હત્યારા અંગે એક પણ કળી નથી મળી
ત્રણ મહિલાઓ પૈકી એકની ઉંમર 55 વર્ષની હતી. હત્યાની પેટર્ન અગાઉની બે હત્યા જેવી જ હતી. ત્રીજી ડેડબોડી મળી આવતાં પોલીસની મુશ્કેલી વધી જવા પામી છે. આ પછી હત્યારાને પકડવાની જવાબદારી ઈન્સ્પેક્ટર લાલચંદ્ર સરોજને આપવામાં આવી. પહેલા આ હત્યાના કેસ ની તાપસ એસપી બાબુ મિશ્રાને સોંપવામાં આવી હતી. સીરિયલ કિલરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે જેથી લોકો તેને ઓળખી શકે. હત્યારાને જોતા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. જોકે આ હત્યા કાંડમાં હજુ સુધી પોલીસના હાથ એક પણ સાબૂત લાગ્યો ન હોવાથી લોકોમાં પણ હવે ભયનો માહોલ પેદા થઇ ગયો છે.

Most Popular

To Top