Vadodara

તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી

  • ધાણી – ખજૂર ના વિક્રેતાઓને ત્યાં નમૂનાઓ લેવામાં  આવ્યા
  • મસાલાનું વેચાણ કરતા 7 સ્થળોએથી નમૂનાઓ લેવાયા

શહેરી વિસ્તારમાં આગામી હોળી તહેવારને ધ્યાનમાં રાખી આરોગ્યની સુખાકારી માટે  ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ટીમો બનાવી ધાણી, ખજૂર, ચણા સેવ, હારડા, ખારી સીંગ, વળીયારીનું વેચાણ ક૨તા દુકાનો, તંબુઓ, લારી તથા પથારાઓમાં ઇન્સપેકશનની કામગીરી ક૨વામાં આવી રહૈ છે રહી છે.

ગુરુવારે ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તાર  ન્યુ સમા રોડ, ગાજ૨ વાડી, સરદાર એસ્ટેટ, ન્યુ વી.આઈ.પી. રોડ, મકરપુરા, અકોટા વિગેરે વિસ્તારની 36 દુકાનો, તંબુઓ તેમજ લારી/પથારામાંથી ધાણી, ખજૂર, ચણા સેવ, હારડા, ખારી સીંગ, વળીયારી, રોસ્ટેડ સેવૈયા, મોરા ચણા, મીઠા હળદરવાળા ચણા, મળી કુલ 46 નમુના લેવામાં આવ્યા હતા.  જે નમુનાઓને પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

વધુમાં હાલ મસાલાની સિઝન ચાલુ હોય  ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા  મકરપુરા, ગોરવા, પંચવટી, સમતા, નિલામ્બર સર્કલ વિગેરે વિસ્તારોમાંથી મસાલાનું વેચાણ ક૨તા 7 યુનીટોમાં સઘન ઇન્સપેકશન કામગીરી ક૨વામાં આવી હતી જે  કામગીરી દરમ્યાન મરચું પાઉડર, ધાણા પાઉડર, હળદર, ગરમ મસાલા, તજનાં કુલ 17 નમુના લેવામાં આવ્યા છે.  જે નમુનાઓને પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

Most Popular

To Top