Vadodara

ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવકનું મોત

વડોદરા,તા.૨૨

ભારે વાહનો દ્વારા થતા અકસ્માતના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે પ્રતિદિન એક મોપેડ ચાલકનું કાતો ટ્રકની અડફેટે અથવા તો કોઈ રાહદારી હોય તો તે પણ કાર , ડમ્પર, ટ્રકની અડફેટે આવી જઈને ગંભીર ઇજા બાદ તેનું મૃત્યુ નીપજતું હોય છે. ત્યારે આજે રણોલી થી ગોલ્ડન બ્રીજ તરફ જઈ રહેલા બાઈક ચાલક યુવકને ડમ્પરે કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મૂળ રાજસ્થાનના અને  હાલ વેમાલી ખાતે રહેતા માંગીલાલ પ્રજાપતિ(ઉ.વ. ૨૭) તેના ત્રણ બાળકો અને પત્ની સાથે થોડા દિવસો પહેલા જ વડોદરા ખાતે સીફટ થયા હતા અને હાલ ચા નો સ્ટોલ ચલાવતા હતા. ગત નારોજ રણોલી થી ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન ડમ્પર ચાલકે તેને અડફેટમાં લેતા ટેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જોકે આસપાસના  લોકો ઘટના સ્થળે આવીને બનાવ અંગે ની જાણ કરતા હરણી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધીને તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top