જયાં છે વસ્તી વિસ્ફોટ, ત્યાં છે, અભાવોનો વિસ્ફોટ

એશિયા ખંડના દેશોમાં વસ્તીવધારો બેરોકટોક ચાલી રહ્યો છે. એમાંયે ચીન અને ભારતની વસ્તી દુનિયામાં સૌથી વધુ છે. એશિયાના અન્ય નાના દેશોમાં પણ પ્રમાણમાં વસ્તી ઘણી ઝડપથી વધી રહી છે. એ રીતે જોઇએ તો યુરોપના દેશોમાં વસ્તી ખૂબ જૂજ પ્રમાણમાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુરોપ તથા અમેરિકન દેશોમાં એશિયા ખંડમાંથી ગયેલાં લોકોને કારણે ત્યાં પણ વસ્તીવધારો દેખાવા લાગ્યો છે. આફ્રિકન દેશોમાં ગરીબ અને વસ્તીવધારો સમાંતરે ચાલી રહ્યા છે. જાપાન, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ વસ્તીવધારો નિયંત્રણ હેઠળ છે. એટલે એમ કહી શકાય કે જે દેશોમાં વસ્તી ઓછી છે ત્યાં પ્રમાણમાં અનાજ, રહેઠાણ, પાણી, વીજળી તથા અન્ય જરૂરી સગવડોની અછત જણાતી નથી. જયારે આપણા જેવા દેશોમાં જયાં વસ્તી અઢળક પ્રમાણમાં છે ત્યાં બધી જ બાબતોની અછત પ્રવર્તે છે. એટલે ચોક્કસ કહી શકાય કે આપણા જેવા એશિયાઈ દેશોમાં વસ્તીનિયંત્રણ અતિ  આવશ્યક છે. આમાં કોઇ બહાનું ચાલે એમ નથી જ નથી.
સુરત     – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top