Dakshin Gujarat

ઓલપાડના પરિયા ગામના તલાટી જાસોલિયાનુ સસ્પેન્શન પાછુ ખેંચાતા હડતાળ સમેટાઇ

સુરત: પરિયા ગામના તલાટીનું સસ્પેન્શન (Suspension pelvis) આખરે પરત ખેંચાતા (Pulled back) વિતેલા ચારેક દિવસ(last four days) થી તલાટીઓની( pelvis)ચાલી રહેલી હડતાળ (strike) સમેટાઇ જવા પામી છે. એક મહિલાએ આક્ષેપિત અરજી કરતા તેમને નિષ્પક્ષ તપાસ કર્યા વગર તંત્રએ તલાટીને સસ્પેન્ડ કરી દીધા હતા ત્યારબાદ છેલ્લા ચાર દિવસથી સુરત જિલ્લાની ૫૬૬ ગ્રામ પંચાયતના ૩૩૦ તલાટી કમ મંત્રીઓ જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ ના આદેશ અનુસાર હડતાળ પર ઉતરી ગયા હતાં. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી, ખેડૂતોના કામ સહિતની અન્ય કામગીરી ખોરંભે પડતા જિલ્લાનું વહીવટી તંત્ર હચમચી ઉઠ્યું હતું આ સમગ્ર કેસના મામલાની તપાસ વિકાસ શાખાના ડેપ્યુટી ડીડીઓ ડી.ડી. વાઘેલા ને સુપરત કરવામાં આવી હતી જેનો તાકીદની અસરથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

આઠ સાહેદોના નિવેદન લેવામાં આવ્યા

આ ઉપરાંત કારેલી ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ રાઠોડ, તલાટી કમ મંત્રી કેતન જાસોલિયા તેમજ ફરિયાદી મહિલા બીનાબેન દીપક રાવ સહિત કુલ ૮ વ્યક્તિ નાં નિવેદન નોંધવામાં આવ્યા હતાં. દરમિયાન તમામ હાજર સાહેદો ના નિવેદન અને દસ્તાવેજી તપાસ તેમજ સૌમ્ય વાતાવરણમાં થયેલ ચર્ચા મુજબ સસ્પેન્ડ કરાયેલા તલાટી જાસોલિયાનો કોઈ દોષ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાયેલ નથી અને તેઓ બે કસૂર હોવાનું પુરવાર થયું હતું આ બાબતે ડીડીઓ અને નાયબ ડીડીઓ એ પણ સકારાત્મક નોંધ લેવી પડી છે આ ઉપરાંત મોડી રાત્રે બંને પક્ષોએ ગેરસમજ થઈ હોવાનું સુખદ વાતાવરણ માં સમજૂતી કરી હતી.તલાટી કેતન જાસોલીયા નિર્દોષ હોવાનું સર્વાનુમતે જાહેર થયું હતું

566 ગ્રામપંચાયતમાં કામગીરી શરૂ થઇ ગઇ

દરમિયાન આજરોજ ડીડીઓ વાઘેલાએ જિલ્લા વિકાસ અધિકારી ગઢવીને તપાસ રિપોર્ટ સુપરત કર્યો હતો બપોર બાદ સસ્પેન્ડેડ તલાટી કમ મંત્રી જાસોલિયાને પરિયા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી તરીકે પરત હાજર થવા હુકમ કર્યો હતો જેને લઈને જિલ્લાની તમામ ૫૬6 ગ્રામ પંચાયત ના ૩૩૦ તલાટી કમ મંત્રીઓ માં ખુશી બેવડાઈ હતી. અને છેલ્લા ચાર દિવસથી મંડળ દ્વારા ન્યાય ની અપેક્ષા એ યથાવત રહેલી અચોક્કસ મુદતની હડતાળ આજ રોજ સમેટી લેવામાં આવી છે.

Most Popular

To Top