Business

આમીરના રિએકશન કરતા આૅડિયન્સનું રિઍકશન વધુ મહત્ત્વનું છે : ફૈઝલ ખાન

આમીરખાનને બધા સ્ટાર તરીકે, સફળ નિર્માતા- દિગ્દર્શક તરીકે ઓળખે છે પણ તેનો નાનો ભાઇ ફૈઝલખાન ફિલ્મમાં અભિનેતા તરીકે નિષ્ફળ ગયો પછી કોણ યાદ કરે ? વચ્ચે બંને ભાઇઓ વચ્ચે વિવાદ પણ થયેલા. આ ફૈઝલખાન દિગ્દર્શક તરીકે ‘ફેકટરી’ બતાવી ચુકયો છે. તેનો હીરો તે સ્વયં છે ને રોલી રાયન તેની અભિનેત્રી છે. તેની ‘ડેન્ઝર’ પણ આવશે. આટલા વર્ષ તે બેસી નથી રહ્યો. 13 ફિલ્મોમાં અભિનય કરી ચુકયો છે. તેની ‘દુ:શ્મની’ અને ‘ડેન્ઝર’ રિલીઝ થયા વિનાની રહી છે. પણ તે હાર્યા વિના આગળ વધી રહ્યો છે. આમીરખાન તેને બહુ સપોર્ટ નથી કરતો તો પણ

તમે 48 દિવસમાં ફિલ્મ ‘ફેકટરી’નુ શૂટિંગ પુરું કર્યું છે? ગુજરાતમાં કયાં કયાં લોકેશન ઉપર શૂટિંગ કર્યું છે?
ફૈઝલ ખાન : મેં ગુજરાતમાં દમણ અને સેલવાસમાં મારી આખી ફિલ્મ ‘ફેકટરી’નું શૂટિંગ કર્યું છે. સાપુતારામાં જ ફિલ્મના ગીતોના શૂટ કર્યા છે તમને એવું જ લાગશે કે જાણે સ્વિટ્ઝર્લેન્ડ છે, ફકત 4 દિવસ જ મુંબઇમાં શૂટિંગ કર્યું હતું. મારી ફિલ્મ ‘ફેકટરી’ રોમેન્ટિક થ્રિલર છે. આ ફિલ્મમાં એખશન, ઇમોશન, રોમેન્સ બધું જ છે. હું કોમર્શિયલ ફિલ્મ જ બનાવીશ જેવી ફિલ્મ મનમોહન દેસાઇ કે કાકા નાસિર હુસેન બનાવતા હતા. તેમની મનોરંજક હતી એટલે દર્શકોને ગમતી હતી.

 પોસ્ટ કોરોના તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવા બદલાવ જોયા છે ?
ફૈઝલ ખાન : નવા નવા આર્ટિસ્ટ વેબ સીરિઝ અને ફિલ્મોમાં લોન્ચ થઇ રહ્યા છે. નવા નવા વિષયો સાથે ફિલ્મો લખાય છે. ઘણું બધું પોસ્ટ કોરોના કાળમાં બદલાય ગયું છે, હવે પટકથા જ સુપરસ્ટાર છે અને હવે સુપરસ્ટારવાળું મોનોપોલી રાજ રહ્યું નથી. ક્રિએટીવ ફિલ્ડમાં મોનોપોલી રાજ રહેવું પણ જોઇએ નહીં.

 પ્રોફેશનલ ફ્રન્ટ અને પર્સનલ ફ્રન્ટ ઉપર જિંદગીથી કોઇ મલાલ છે ?
ફૈઝલ ખાન : ભગવાન જેવી સ્થિતિમાં મને રાખે છે. હું ખૂશ છું. તમે કોઇ પરિસ્થિતિમાં દુ:ખ મળે તો તમે એને કેવી રીતે હેન્ડલ કરો છો એ બાબત જરૂરી છે. આજકાલ નવા નવા એક્ટર કે એક્ટ્રેસ બહુ જલ્દી હતાશ થઇ જાય છે તેમને મારે એટલું જ કહેવું કે તમે મહેનત કરો અને તમારી જાત સાથે પ્રમાણિક રહો. બાકી બધુ ઇશ્વર ઉપર તમે છોડી દો.

 તમારા ફાધરની નિર્મીત કરેલી કઇ ફિલ્મો તમને બહુ ગમે ? આજનું સંગીત ગમે છે ?
ફૈઝલ ખાન : મને ‘કારવા’, ‘અનામિક’, ‘ઝખમી’ બહુ ગમતી હતી, ટોટલ કોમર્શિયલ અને મનોરંજક ફિલ્મો હતી. આજકાલ ફિલ્મોના મ્યુઝિકમાં ક્વોલિટી જોવા મળતા નથી, આજકલ કે મ્યુઝિક મેં ‘ઠેહરાવ’ નહીં હૈ, સબ કુછ ફાસ્ટ હૈ ફિર એસા હોતા હૈ કી ફાસ્ટ તરીકે સે ગાને બનતે હૈ ઔર સુપર ફાસ્ટ ગાને સુપરફાસ્ટ સ્પીડ સે ગાયબ ભી હો જાતે હૈ. મને આનંદ બક્ષી અને મજરૂહ સુલ્તાનપુરીના લખેલ ગીતો બહુ ગમતા હતા. સ્વ. નૌશાદ સાહેબ અને આર.ડી. બર્મનનું સંગીત મને ઘણું પસંદ છે. મોહમદ રફી અને કિશોર કુમારના ગાયેલા ગીતો મને ઘણા પસંદ છે. આ તમામ મ્યુઝિક કમ્પોઝર અને ગાયકો લેજન્ડ હતા તેમના કામને બહુ ખંત અને નિષ્ઠાથી કરતા હતા. મને નવા સંગીતકારોમાં જતીન લલિતનું કામ ઘણું પસંદ પડયુ હતું.

 તમારા ભાઇ આમિર ખાન સાથે તમારા રિલેશન કેવા છે ? આમિર ખાને તમારી ફિલ્મનું ટ્રેલર જોયું?
ફૈઝલ ખાન : અમે બંને ભાઇઓ એકબીજાની બહુ નજીક પણ નથી અને દૂર પણ નથી. બર્થ ડે વિશ કરીએ કે ઇદ ઉપર એકબીજાને સંદેશા પાઠવીએ છીં. આમિર પોતાના કામમાં બીઝી રહે છે અને હું પણ પોતાના કામમાં બીઝી રહું છું. આમિરે મારી ફિલ્મનું ટ્રેલર નહીં પણ મારી ફિલ્મ પણ જોઇ લીધી છે, આમિરના રિએક્શન કરતા ઓડિયન્સનું રિએક્શન મારે માટે મહત્ત્વનું છે. ઓડિયન્સનું રિએક્શન ફાઇનલ રીએક્શન છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના રીએક્શનમાં મને કોઇ ઇન્ટરેસ્ટ નથી.

 આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સ અંગે તમને લોકો સવાલો પૂછી રહ્યા છે તો તમે ડિસ્ટર્બ થઇ જાઓ છો ?
ફૈઝલ ખાન : હું આ સવાલોથી બહુ ડિસ્ટર્બ થતો નથી. હું કોણ છું બીજાની પર્સનલ લાઇફમાં દખલગીરી કરવાવાળો ? બંને એડલ્ટ છે અને પરિપક્વ છે તેમની જિંદગીના નિર્ણય તેમણે સમજી વિચારીને લીધા છે અને તેમની લાઇફ છે તેમણે શું કરવું એ આમિર અને કિરણ નક્કી કરશે.

 શું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોલિટિક્સ થાય છે?
ફૈઝલ ખાન : ક્રીએટીવ ફિલ્ડમાં પોલિટિક્સ અને કરપશન હોવું એ સારી બાબત નથી. અહીંયા પોલિટિક્સ થાય છે, હું કોઇની સાથે પોલિટિક્સ કરતો નથી કારણ કે મારા પોતાના અંગત સિદ્ધાંત છે. પણ પોલિટિક્સના કારણે જ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. એક્ટર સ્વ. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તમે જોઇ શકો છો કેટલી બધી બાબતો બહાર આવી છે.

 કોર્ટમાં તમારા હકમાં ચુકાદો આવ્યો તમારુ રિએક્શન શું હતું ?
ફૈઝલ ખાન : કોર્ટમાં મારા હકમાં ચુકાદો આવ્યો ત્યારે મારો વિશ્વાસ કુદરત ઉપર વધુ દ્રઢ થઇ ગયો હતો. કુદરતની મરજી વગર તો પાદડું પણ હલી શકતું નથી. કુદરત ઘણી પાવરફુલ છે એ બાબતે હું ઘણો વિશ્વાસુ થઇ ગયો છું. ભગવાન સૌની સાથે ન્યાય કરે છે.

Most Popular

To Top