Gujarat Main National Top News Main

આ ધારાસભ્યો પર આવ્યો કમલમમાંથી ફોન: તમે મંત્રી બનો છો, શપથ માટે રહો તૈયાર

ભારે રાજકીય ઉથલપાથલ અને ખેંચતાણના અંતે આજે બપોરે રાજ્યના કેબિનેટની (GUJARAT CABINET)જાહેરાત થવા જઈ રહી છે. નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં નો રિપીટેશનની ફોર્મ્યુલાના આધારે નવા ચહેરાઓને તક મળવાની વાતો ચાલી રહી છે. રાજ્યના વિવિધ પંથકના કેટલાંક ધારાસભ્યોને શપથ લેવા માટેના ફોન આવી ગયા છે ત્યારે હાલ રાજ્યભરમાં એક ચર્ચાએ જોર પક્ડ્યું છે કે કોણ મંત્રી બનશે અને કોણ ઘેર ભેગું થશે.

ગઈકાલે બુધવારે મંત્રીમંડળની શપથવિધિ નિશ્ચિત હતી પરંતુ છેલ્લી ઘડીએ તે ગુરુવાર પર મોકૂફ કરાઈ હતી. રાજભવનમાં બપોરે 1.30 કલાકે શપથવિધિ કાર્યક્રમ યોજાશે.મોટા કદના નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ નહીં કરાઈ રહ્યો હોવાની વાત બહાર આવતા કદાવર નેતાઓએ નારાજગી વ્યક્ત કરતા પક્ષમાં બળવો પોકારાય તેવી સ્થિતિનું સર્જન થયું હતું, જેના પગલે સમગ્ર મામલો હાઈકમાન્ડ દિલ્હી ખાતે મોદી-શાહ પાસે પહોંચ્યો હતો.

જાણવા મળ્યા મુજબ હાઈ કમાન્ડે ચૂપચાપ પક્ષનો નિર્ણય સ્વીકારી લેવાના આદેશ કર્યા છે. યાદી પર મહોર મારી દેવાય છે અને મંત્રીમંડળમાં સમાવેશ પામનારા ધારાસભ્યોને ફોન કરી દેવામાં આવ્યા છે. આ તરફ જે મંત્રીઓનું પત્તું કપાવાનું છે તેઓ પાસે બુધવારે જ ઓફિસો ખાલી કરાવી દેવામાં આવી છે.

મંત્રી મંડળમાં કયા ચહેરાઓનો સમાવેશ કરાયો છે તે જાણવાની સૌ કોઈને તાલાવેલી છે, ત્યારે કેટલાંક નામો બહાર આવ્યા છે, જેમાં સુરત મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ મોખરે છે. રાજ્યના ગૃહમંત્રાલયમાં તેમને સ્થાન મળી રહ્યું હોવાના મેસેજ પણ વાયરલ થવા માંડ્યા છે. આ ઉપરાંત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મુખ્યમંત્રીની કેબિનેટમાં નંબર 2નું સ્થાન મેળવે તેવી ચર્ચા છે. જીતુ વાઘાણીને પણ મહત્ત્વનો હોદ્દો મળે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.

પાટીદાર મુખ્યમંત્રીની કેબિનેટમાં 8 પટેલ મંત્રી હશે
જાણવા મળેલી વિગતો અનુસાર તમામ જ્ઞાતિને સાચવી લેવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં પટેલ, ઓબીસી, ક્ષત્રિય, બ્રાહ્મણ, જૈન તમામ ધર્મ-જ્ઞાતિના ધારાસભ્યોને સ્થાન આપી તમામ જ્ઞાતિને ખુશ કરવાનું વલણ રાખવામાં આવ્યું છે.

પટેલ – 8

ક્ષત્રિય -2

ઓબીસી -6

SC 2

ST -3

જૈન -1

સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના 7 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશની ચર્ચા

તમામ જિલ્લા અને પંથકના ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. પાટીદારોની નારાજગીને જોતાં સૌરાષ્ટ્ર પંથકના 8 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાયું હોવાની ચર્ચા છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાંથી 7 ધારાસભ્યોને કેબિનેટમાં સમાવી લેવાયા છે.

ઉત્તર

(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) (પટેલ )

(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )

(3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય

દક્ષિણ

(1) નરેશ પટેલ, ગણદેવી (st )

(2) કનુ દેસાઈ, પારડી ( બ્રાહ્મણ)

(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST

(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન

(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ

(6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ

(7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ

સૌરાષ્ટ્ર

(1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )

(2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ

(3) રાઘવજી પટેલ ( પટેલ )જામનગર

(4) બ્રિજેર મેરજા ( પટેલ )મોરબી

(5) દેવા માલમ ( કેશોદ) કોળી

(6) કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય

(7) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી)

(8) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

મધ્ય

(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી

(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST

(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી

(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી)

(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST

(6) મનીષા વકીલ : SC

Related Posts