Vadodara

વડોદરા : મેન્ટેનન્સની કામગીરી,વીજ પુરવઠો તા.16 થી 21 દરમ્યાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહેશે

કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવશે

ફીડરના આસપાસના વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે પુરવઠો બંધ

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે વિદ્યુત પુરવઠો તા.16 થી 21 દરમ્યાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહેશે. વીજ રીપેરીંગ વહેલુ પૂરું થઈ જશે તો કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવશે.

જીઆઇડીસી સબ ડિવિઝન તા.17-મે શનિવારે માણેજા ફીડરના આસપાસનો વિસ્તાર, તા.21-મે સોમવારે આશ્રય ફીડરના આસપાસનો વિસ્તાર અને એવી જ રીતે વાળી સબ ડિવિઝન ખાતે તા.17-મે શનિવારે સુવરના ભૂમિ ફીડરના આસપાસનો વિસ્તાર, તરસાલી સબ ડિવિઝન ખાતે તા.16-મે શુક્રવારે તરસાલી ગામ ફીડર સહિત બરાનપુરા સબ ડિવિઝન ખાતે તા.20-મે મંગળવારે અપ્સરા ફીડરના આસપાસનો વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. માંજલપુર ડિવિઝન ખાતે તા.15-મે ગુરુવારે અંબે ફીડર સહિત આસપાસનો વિસ્તાર તથા તા.17-મે શનિવારે શ્રીકુંજ ફીડરના આસપાસનો વિસ્તાર તેમજ લાલબાગ ડિવિઝન ખાતે તા.16-મે શુક્રવારે લાલબાગ ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.20 મે મંગળવારે દંતેશ્વર ફીડરના આસપાસના વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે પુરવઠો બંધ રહેશે અને રીપેરીંગ પૂરું થવાથી કોઈપણ જાતની જાણ કર્યા વિના પુરવઠો શરૂ કરી દેવાશે તેમ કાર્યપાલક દ્વારા જણાવ્યું છે.

Most Popular

To Top