World

આ શહેરની દુકાનોમાં ફ્લેવર્ડ કોન્ડમનો સ્ટોક પૂરો, આ કારણે થોડા જ કલાકોમાં વેચાઈ જાય છે

પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના (West Bengal) દુર્ગાપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા યુવાનોમાં આજકાલ કોન્ડમની માંગ ખૂબજ વધી ગઈ છે. એક રીતે તેઓ કોન્ડમના આદી (Condom Addiction) બની ગયા છે. અહીંના યુવકો કોન્ડોમનો ડ્રગ (Drug) તરીકે ઉપયોગ કરી રહ્યા છે. કોન્ડમનો યુઝ અસુરક્ષિત સંભોગને ટાળવા માટે કરવામાં આવે છે પરંતુ પશ્ચિમ બંગાળના યુવાઓ કોન્ડમનો ઉપયોગ એક નશા તરીકે કરી રહ્યા છે. એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં કોન્ડોમના વેચાણમાં અચાનક ધરખમ વધારો થયો છે. ઘણા સ્ટોર્સમાં, સ્ટોક પહોંચ્યાના થોડા કલાકોમાં જ ખતમ થઈ રહ્યો છે. અહીં સૌથી ફ્લેવર્ડ વાલા કોન્ડમની ડિમાન્ડ વધારે છે.

છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરના ઘણા વિસ્તારોમાં જેમ કે દુર્ગાપુર સિટી સેન્ટર, બિધાનનગર અને મુચીપારા, સી ઝોન, એ ઝોનમાં ફ્લેવર્ડ કોન્ડોમના વેચાણમાં ભારે વધારો થયો છે. જ્યારે એક સ્થાનિક દુકાનદારે એક યુવકને પૂછ્યું, કારણ કે તે વારંવાર કોન્ડોમ ખરીદતો હતો, ત્યારે દુકાનદારે તેનું કારણ પૂછ્યું તો તેનો જવાબ ચોંકાવનારો હતો. યુવકે દુકાનદારને કહ્યું કે તે નશા માટે કોન્ડોમ ખરીદે છે. દરમિયાન દુર્ગાપુરમાં મેડિકલ સ્ટોર ચલાવતા એક વ્યક્તિએ કહ્યું કે પહેલા રોજના ત્રણથી ચાર પેકેટ કોન્ડોમ વેચાતા હતા પરંતુ હવે આખા પેકેટ વેચાઈ રહ્યા છે.

દુર્ગાપુરની મંડલ હોસ્પિટલમાં કામ કરતા ધીમાન મંડલે જણાવ્યું કે કેવી રીતે આ યુવકો નશા માટે કોન્ડોમનો ઉપયોગ કરે છે. તેમણે સમજાવ્યું કે, “કોન્ડોમમાં કેટલાક સુગંધિત સંયોજનો હોય છે. ટૂંકમાં કોન્ડોમમાં એરોમેટિક કમ્પાઉન્ડ હોય છે. આ એરોમેટિક કમ્પાઉન્ડ ઓગળ્યા બાદ આલ્કોહોલ બને છે. જેનાથી કોઈ પણ બંધાણી બની શકે છે. તેમણે કહ્યું. તેમાં નશા જેવું લાગે છે. આ સુગંધિત ડેંડ્રાઈટ્સ ગમમાં પણ જોવા મળે છે,” ગરમ પાણીમાં આ કોન્ડમને ઉકાળી તેનો બાફ લેવાથી નશો થાય છે. એટલું જ નહીં કેટલાક યુવાઓ તો આ કોન્ડમ ઉકાળેલા પાણીને પી જાય છે.

“ગરમ પાણીમાં કોન્ડોમને લાંબા સમય સુધી પલાળીને રાખવાથી નશો થાય છે, કારણ કે મોટા કાર્બનિક અણુઓ આલ્કોહોલના સંયોજનોમાં તૂટી જાય છે,” દુર્ગાપુર આરઇ કોલેજ મોડલ સ્કૂલના રસાયણશાસ્ત્રના શિક્ષક નૂરૂલ હકે જણાવ્યું હતું. જો કે આ પહેલા પણ નશા માટે અજીબોગરીબ વસ્તુઓના ઉપયોગના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. 21મી સદીના મધ્યમાં, નાઈજીરિયામાં ટૂથપેસ્ટ અને જૂતાની શાહીનું વેચાણ અચાનક 6 ગણું વધી ગયું હતું. તેનો ઉપયોગ નશા માટે પણ થતો હતો. હાલમાં યુવાનોમાં આ નવા વ્યસનથી બંગાળ પ્રશાસનની ચિંતા પણ વધી છે.

Most Popular

To Top