SURAT

પાલ-ઉમરા બ્રીજ ઉપર BRTS બસે નવયુવાન ડિપ્લોમા એન્જીનિયર વિદ્યાર્થીને કચડી માર્યો : બસ ચાલક ફરાર

સુરત : પાલ-ઉમરા બ્રીજ ઉપર BRTS બસે નવયુવાન ડિપ્લોમા એન્જીનિયર વિદ્યાર્થી ને કચડી ભાગી ગયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં યુવાન એન્જીનિયરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં ઓટોમોબાઇલમાં ડિપ્લોમા એન્જીનિયરિંગ પાસ કર્યા બાદ મિત્રો સાથે ફરવા નીકળેલા યુવકને કાળમુખી બસ ભરખી જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના લગભગ મંગળવાર ની સાંજે 7:15 વાગ્યાના અરસામાં પાલ-ઉમરા બ્રીજ પર બની હતી. બસ ચાલક મોપેડ સવાર વિદ્યાર્થીને કચડી ને ભાગી ગયો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. વિદ્યાર્થી ને BAPS હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો. પોલીસ તપાસમાં વિદ્યાર્થીનું નામ જશ રાજેશભાઇ દેવગાણિયા હોવાનું અને ઉ.વ. 22 હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભરતભાઇ (સંબંધી) એ જણાવ્યું હતું કે દેવગાણિયા પરિવાર મહુવા તાલુકાનો વતની છે. સુરતમાં વર્ષથી રહે છે. અડાજણ ક્રોમાં મોલની પાછળ શાંતુનુઝ બગલોમાં રહે છે. કાળનો કોળિયો બનેલા 21 વર્ષીય જશના પિતા કન્સ્ટ્રશન લાઇનના વેપાર સાથે સંકળાયેલા છે. બે ભાઈઓમાં જશ નાનો દીકરો હતો. હાલમાં ઓટોમોબાઇલમાં ડિપ્લોમા એન્જીનીયરીંગ પાસ કર્યું હતું. મંગળવારની સાંજે મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

ડો. પ્રિયંકા (પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ) એ જણાવ્યું હતું કે મૃતદેહ જોતા એવું લાગ્યું હતું કે બસનું વ્હીલ મોંઢા પરથી ફરી વળ્યું હોય, પરિવારની મરજીથી રાત્રિ પોસ્ટ મોર્ટમ કરાયું હતું. પરિવાર મૃતદેહ વહેલી સવારે અંતિમ વિધિ માટે લઈ ગયો હતો.

Most Popular

To Top