Sports

WPLની હરાજીને લઇને શરુ થઇ તડામાર તૈયારીઓ શું છે આ ઇવેન્ટની ખાસિયત

નવી દિલ્હી: WPLના ઉદ્ઘાટનની (WPL Inauguration) તૈયારીઓ હાલ તડામાર રીતે ચાલી રહી છે. આખી સીઝનની હરાજી (Auction) પણ નજીકના દિવસોમાં થવા જઇ રહી છે. આ હરાજી 13મી ફેબ્રુઆરી સોમવારના રોજ યોજાનાર છે. આખી યાદીમાં કુલ્લે 409 ખેલાડીઓ (Player) છે. જેઓ હરાજીની સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થશે. વર્ષ 2023માં યોજાનારી વુમન્સ પ્રીમિયર લીગ માટે કુલ 1525 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1116 ખેલાડીઓની હરાજી થવા જઈ રહી છે.આ હરાજીમાં કોલ 409 ખેલાડી પૈકી 246 ભારતીય ખેલાડી છે અને બાકીની 163 વેદેશી ખેલાડીઓ છે. અહીં રાષ્ટ્રોની વાત કરીએ તો કુલ આઠ જેટલા અલગ-અલગ રાષ્ટ્રો માંથી આઠ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ માંથી 202 ખેલાડીઓને ઇન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે.

  • WPLના ઉદ્ઘાટનની તૈયારીઓ હાલ તડામાર રીતે ચાલી રહી છે
  • વર્ષ 2023માં યોજાનારી વુમન્સ પ્રીમિયર લીગ માટે કુલ 1525 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કારવ્યું
  • 409 ખેલાડી પૈકી 246 ભારતીય ખેલાડી છે અને બાકીની 163 વેદેશી ખેલાડીઓ છે

સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી
પ્રાપ્ત જાણકારી અનુસાર આ હરાજી દરમિયાન વધુમાં વધુ 90 ખેલાડીઓની હરાજી થઈ શકે છે જેમાં કુલ 30 વિદેશી ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી 24ની સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના, ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને શેફાલી વર્મા જેવી ખેલાડીઓને સર્વોચ્ચ બેઝ પ્રાઈસ બ્રેકેટમાં મૂકવામાં આવી છે. કુલ 13 વિદેશી ખેલાડીઓ પણ 50 લાખની મૂળ કિંમત સાથે સ્લેબમાં સ્થાન મેળવ્યું છે. આ ખેલાડીઓ છે એલિસ પેરી, સોફી એક્લેસ્ટન, સોફી ડિવાઇન અને ડેન્ડ્રા ડોટિન. હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાંથી 30 ખેલાડીઓને રૂ. 40 લાખના બેઝ પ્રાઈસ બ્રેકેટમાં મૂકવામાં આવ્યા છે.

ક્યારે રમાશે WPL ની પ્રથમ સિઝન?
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન 4 થી 26 માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાશે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં કુલ 22 મેચો રમાશે.અને આ સાથે જ WPL હરાજીની પાંચેય ફ્રેન્ચાઈઝીના નામ પણ જાહેર થઇ ચુક્યા છે જેની યાદી આ પ્રમાણે છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો જોવા મળશે.

WPL ની હરાજી મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં યોજાશે

મહિલા ઇવેન્ટને લઈને અનેક લોકો ને આતુરતા છે.આ કાર્યક્રમની ટૂંકી માહિતી આપી રહ્યા છે જેમાં WPL ની હરાજી મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.વધુમાં પ્રાપ્ત જાણકારી અનુસાર ડબલ્યુપીએલની પ્રથમ સિઝનની હરાજી સોમવાર, 13 ફેબ્રુઆરીએ બપોરે 2.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે.WPL ના મીડિયા અધિકારો સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેથી તમે તેનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર સ્પોર્ટ્સ 18 પર જ ટીવી પર જોઈ શકશો.

હરાજીની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવી?
તમે Jio સિનેમા દ્વારા મોબાઈલ પર મહિલા પ્રીમિયર લીગની હરાજી જોઈ શકો છો અને લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકો છો. તેમજ તમે અપડેટ્સ માટે https://www.indiatv.in/sports સાથે જોડાયેલા રહી શકો છો.

હરાજી કરનાર કોણ હશે?
પ્રસ્તુતકર્તા મલ્લિકા અડવાણીને BCCI દ્વારા મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની હરાજી માટે હરાજી કરનાર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top