Sports

આ વખતે IPLની હરાજીમાં આટલા ખેલાડીઓ પર લાગશે બોલી, જાહેર થયું લિસ્ટ

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL2024) માટેની મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં (Dubai) યોજાવાની છે. આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર વિદેશમાં હરાજી થશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે.

આ વખતે આ મિની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી (Players) 214 ભારતીય છે, જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે. ઉપરાંત, આ યાદીમાં 111 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ છે.

હરાજી (Auction) માટેની યાદીમાં બે સહયોગી દેશોના ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે IPL 2024 માટે તમામ 10 ટીમોમાં કુલ 77 ખેલાડીઓ જ છે. મતલબ કે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓ જ વેચી શકશે.

IPL દ્વારા જાહેર કરાયેલા ખેલાડીઓની યાદીમાં એવા 23 ખેલાડીઓ છે જેમની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે. જ્યારે 13 ખેલાડીઓની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય 1 કરોડ, 50 લાખ, 75 લાખ, 40 લાખ, 30 લાખ અને 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે હવે ગુજરાત ટાઇટન્સના (GujaratTitans) પર્સમાં સૌથી વધુ 38.15 કરોડ રૂપિયા બાકી છે. એટલે કે આ ટીમ હરાજીમાં સૌથી વધુ પૈસા ખર્ચી શકે છે. જ્યારે હવે તેને માત્ર 8 ખેલાડીઓ ખરીદવાના છે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસે તેમના પર્સમાં સૌથી ઓછી 13.15 કરોડ રૂપિયા બાકી છે. કેએલ રાહુલની (KLRahul) કપ્તાનીવાળી આ ટીમે હવે 6 વધુ ખેલાડીઓ ખરીદવા પડશે.

IPL 2024 હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓની યાદી…

Most Popular

To Top