Sports

વર્લ્ડકપ બાદ IPLની તૈયારીઓ શરુ, આ તારીખે પ્લેયર્સનું ઓક્શન થશે

મુંબઇ: તાજેતરમાં જ આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 (ICC ODIWorldCup2023) સમાપ્ત થયો છે. 19 નવેમ્બર, રવિવારે અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ (Australia) ભારતીય (Indian) ટીમને 6 વિકેટે હરાવીને (Defeated) વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. ત્યારે 19 નવેમ્બરની મેચ બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સીરીઝ રમાશે. ઉપરાંત ભારત હવે IPLની તૈયારીઓ કરી રહ્યુ છે. જેના માટે ખેલાડીઓના ઓક્શનની (Auction) તારીખો જાહેર કરવામાં આવી છે.

વર્લ્ડ કપ બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાવાની છે. જે 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ભારતમાં રમાશે. પરંતુ ક્રિકેટના રસિયાઓ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની આવનારી સિઝન માટે 19 ડિસેમ્બરે ખલાડીઓનું ઓક્શન થઈ શકે છે. તેમજ આ ટૂર્નામેન્ટ એપ્રિલ 2024ના પહેલા અઠવાડિયામાં શરૂ થઈ શકે છે.

IPLની હરાજી પ્રથમ વાર વિદેશમાં થઈ શકે છે
IPL 2024ની સિઝન માટે ખેલાડીઓનું ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની સંભાવના છે. ત્યારે IPLના ઈતિહાસમાં આ પહેલી હરાજી હશે જે વિદેશમાં થશે. IPL ગવર્નિંગ કાઉન્સિલે હરાજી અંગે તમામ અધિકારીઓને આંતરિક પત્ર મોકલ્યા છે. જેમાં તેમને 15 થી 26 ડિસેમ્બર સુધી ખેલાડીઓનું લિસ્ટ જમા કરવા માટે જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ IPLના ઓક્શનના વેન્યૂ માટે ખૂબ ગંભીર વિચારણા ચાલી રહી છે. વેન્યૂ ભારતમાં હોય કે વિદેશમાં પરંતુ તેના માટે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. માટે હાલ વેન્યૂની જાહેરાત કરવામાં આવી નથી. IPL 2024ની સીઝનની શરૂવાત એપ્રીલના પ્રથમ અઠવાડિયામાં થવાની સંભાવના છે. પરંતુ તેમા એક બાધા છે. આ સમયગાળા દરમિયાન ચૂંટણી પણ હોવાથી સરકાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

શું 2024માં IPL વિદેશમાં થશે?
હાલ IPLને લઈને સરકાર સાથે ચર્ચા થઈ રહી છે. જો જરૂર પડશે તો IPLને વિદેશમાં રમાડવા અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકાય છે. પરંતુ અત્યારે ભારતમાં જ IPLનું આયોજન કરવાનો વિચાર ચાલી રહ્યો છે. અગાવ પણ લોકસભા ચૂંટણીના કારણે બે વાર વિદેશમાં IPL રમાડવામાં આવી હતી. જે 2009 અને 2014માં રમાડવામાં આવી હતી.

Most Popular

To Top