National

જાણવા જેવું

વોટ્સ એપ પર વાયરલ થયેલ એક મેસેજમાં ઘણી જાણવા જેવી માહિતી ઉપલબ્ધ થઈ છે તે ‘ગુજરાતમિત્ર’ના વાચકો માટે અત્રે રજૂ કરી છે.(૧) ગુજરાતમાં પુનસારી નામનું એક ગામ છે, જે સૌથી આધુનિક ગામ છે જ્યાં દરેક ઘરમાં સીસીટીવી કેમેરા અને વાઇફાઇ છે અને દરેક ગલીઓની લાઈટ સોલાર પાવર વડે ચાલે છે.(૨) મહારાષ્ટ્રમાં શેઠપાલ નામનું ગામ છે જેમાં દરેક ઘરમાં સાપ છે. સાપ તેમનો કુટુંબીજન છે.(૩) બિહારમાં બરવાન કલા નામનું ગામ છે જે વાંઢાઓનું (કુંવારા) ગામ છે જ્યાં છેલ્લાં પચાસ વર્ષમાં એક પણ લગ્ન થયું નથી.(૪) મહારાષ્ટ્રમાં કોરલાઈ, રાયગઢ એ ભારતનું એક માત્ર ગામ છે, જ્યાં ગામના લોકો પોર્ટુગીઝ ભાષામાં વાત કરે છે.(૫) ગુજરાતમાં જાંબુર નામનું ગામ છે જ્યાં ગામની દરેક વ્યક્તિ આફ્રિકન જેવી દેખાય છે.ગામનું નીક નામ આફ્રિકન ગામ તરીકે ઓળખાય છે.(૬) રાજસ્થાનમાં કુલધરા નામનું ગામ છે જે અઘોર ગામ છે. જ્યાં કોઈ રહેતું નથી. મકાનો છે પણ ખાલી પડેલાં છે. લોકો વગરનું ગામ છે.(૭) મેઘાલયમાં માવલિયોગ નામનું ગામ છે જે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. ગામમાં નાના પર્વત પર મોટા પર્વત ઊભેલા છે.(૮) કર્ણાટકમાં માત્તુર નામનું ગામ છે જ્યાં વ્યવહારની ભાષા સંસ્કૃત છે. ગામની દરેક વ્યક્તિ સંસ્કૃતમાં જ વાતચીત કરે છે.(૯) કચ્છ ગુજરાતમાં માધાપર નામનું ગામ છે જે એશિયાનું સૌથી ધનિક ગામ છે. આ ગામમાં કોઈ વ્યક્તિ ગરીબ નથી.(૧૦) કેરાલામાં કોડીંહી નામનું ગામ છે જે જોડિયાં બાળકોનું ગામ છે. અહીં ૪૦૦ જેટલાં જોડિયાં બાળકો છે.(૧૧) મહારાષ્ટ્રમાં શનિ શિંગડાપુર નામનું ગામ છે જ્યાં આખા ગામમાં એક પણ ઘરમાં બારણાં નથી. છતાં ચોરી થતી નથી. પોલીસ સ્ટેશન પણ નથી.(૧૨) આસામમાં રોંગોઈ નામનું ગામ છે જ્યાં ગામની માન્યતા પ્રમાણે વરસાદ મેળવવા દેડકાઓનું લગ્ન કરાવવામાં આવે છે.
સુરત- સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top