Charchapatra

કોરોનાનો વિશ્વવ્યાપી સર્વે

યુ.કે.ના નિષ્ણાતો દ્વારા ભારત સહિત દુનિયા ભરતી હોસ્પિટલોમાં કરવામાં આવેલા એક વિશ્વવ્યાપી કોરોના આરોગ્ય અભ્યાસને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું ટાઈટલ આપવામાં આવેલ છે. વિશ્વના આ સૌથી વિશાળ વૈજ્ઞાનિક સદ્દકાર્યમાં 116 દેશોના વિક્રમ એવા 140000 દર્દીઓ અને 15025 વૈજ્ઞાનીકોએ ભાગ લીધો હતો.કોરોના વિશેની સમજણનો આ આરોગ્યનો વિશ્વવ્યાપી સર્વે કો-લીડ ઓથર ભારતીય મૂળના સર્જન કેવી રીતે કરી શકાય અને તેની અસર દર્દી પર કેવી રીતે ઘટાડી શકાય તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાથી ઘાતક કોરોના વિશેની આપણી સમજણને સુધારવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો.વિશ્વ વ્યાપી આરોગ્યના આ સર્વેમાં આપણા દેશની 56 હોસ્પિટલોમાં અને વિશ્વની 1667 હોસ્પિટલોમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવેલ હતો.

યુ.કે. સરકારની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હેલ્થ રીસર્ચ દ્વારા આ અભ્યાસ માટે ભંડોળ પુરૂ પાડવામાં આવેલ હતું. અને આ અભ્યાસ બ્રિટીશ જર્નલ ઓફ સર્જરીમાં પ્રકાશિત કરવામાં આવેલ હતો.  આ વિશ્વવ્યાપી નોંધપાત્ર કાર્ય ચીનની વિશ્વને આપેલ ઘાતક કોરોનાના ભેટ સામેનો પ્રત્યુતર જ ગણી શકાય જે સાબિત કરે છે કે વિશ્વમાં જેવી રીતે ચીન સંસ્થા જેવા સારા પરિબળો પણ છે જે સામાજીક જાગૃતિ નિર્માણ કરે છે અને તેથી આ સંસ્થાને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયુ તે આવકાર્ય જ ગણી શકાય. આ સંસ્થાએ ભવિષ્યમાં આવા વિશ્વવ્યાપી આરોગ્યના ઉપકારક કાર્યો કરતા રહેવાની પણ વિશ્વના હિતમાં હવે જરૂરી બનેલ છે.
અમદાવાદ – પ્રવિણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top