Trending

4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે : ભારતમાં દર વર્ષે કેન્સરના 14 લાખ દર્દીઓ ઉમેરાય છે

સુરત: આજ રોજ એટલે 4થી ફેબ્રુઆરીના દિવસે દુનિયા ભરમાં વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) તરીકે ઉજવાય છે. યુનિયન ફોન ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ( યુઆઈસીસી) દ્વારા દર વર્ષે 4થી ફેબ્રુઆરીના દિવસે કેન્સરથી બચવા માટેની કોઈ એક થીમ જાહેર કરવામાં આવે છે. આ વખતની થીમ છે ક્લોઝ ધ કેર ગેપ. તે થીમ અંતર્ગત આખી દુનિયામાં તમામ દેશોમાં, શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારના કેન્સરના દર્દીઓને સરખી સારવાર મળે તે દિશામાં કામ કરવામાં આવશે.

ઓન્કોલોજીસ્ટ ડો. નિલેશ મહાલેએ જણાવ્યું હતું કે આ થીમ હેઠળ પહેલા એ જાણવાનો પ્રયાસ કરાશે કે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારના કેન્સરના દર્દીઓમાં સારવારમાં કેટલો તફાવત છે. તે તફાવત જાણીને તે તફાવતને કેવી રીતે ઓછોમાં ઓછો કરી શકાય તે દિશામાં કામ કરાશે. યુઆઈસીસી કેન્સર કંટ્રોલ કરવા માટે ઘણા વર્ષોથી ખુબજ સારા પ્રયાસ કરી રહ્યું છે. પુરૂષોમાં ઓરલ અને લંગ્સના કેન્સરનું પ્રમાણ વધુ છે. જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધું છે. ભારતની વાત કરીએ તો આખા ભારતમાં દર વર્ષે કેન્સરના નવા 14 લાખ પેશન્ટ ઉમેરાય છે. તેમાં આશરે 7.50 લાખ મહિલા પેશન્ટ અને 6.5 લાખ પુરુષ પેશન્ટ હોય છે. લાઈફ ટાઈમ રિસ્ક જોવા જઈએ તો ભવિષ્યમાં દર 9 વ્યકિતમાંથી એક વ્યકિતને કેન્સર થવાની સંભાવના છે. જે 15 વર્ષ પહેલાની તુલનામાં 30 થી 40 ટકા વધું છે.

કેન્સર થવા માટેના કારણો
(1) લોકોની લાઈફ સ્ટાઈલ,શારીરિક શ્રમ ઓછો કરે છે
(2) ફાસ્ટફુડ ખાવાનું પ્રમાણ વધી ગયું છે
(3)જલ પ્રદુષણ અને વાયુ પ્રદુષણ
(4) વ્યસનનું પ્રમાણ વધી ગયું છે.
(5) એચઆઈવીના દર્દીઓ અને કમળાના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે

કેન્સરથી બચવાનો ઉપાયો
(1) સંતુલિત આહાર લેવો
(2) ફાસ્ટફુડ નહીં ખાવું
(3)આર્ટિફિશિયલ કલર અને ફ્લેવરવાળો આહાર નહીં લેવો
(4) વ્યસનથી દૂર રહેવું
(5) રોજ એક્સસાઈઝ કરવી
(6) યોગ્ય વજન જાળવી રાખવું

Most Popular

To Top