Science & Technology

શું ગૂગલ હવે ફોટા અને વિડીયો સ્ટોર કરવાનો ચાર્જ વસૂલ કરશે?

દુનિયાભરમાં સોશલ મીડિયા ( social media) ની વાત આવે ત્યારે Google ને સૌથી સેફ અને પ્રતિસ્થિત માનવામાં આવે છે. એ જ કારણ છેકે, દુનિયાભરમાં લોકો ગૂગલ પર પોતાના ફોટો ( photo) અને વીડિયો સ્ટોર ( video store) કરીને રાખતા હોય છે. જોકે, તમે પણ તમારા ફોટો ગૂગલ પર મુક્યા હોય તો આ ખબર તમારા માટે ખુબ જ અગત્યની છે.ગૂગલ હવે લોકો પાસેથી ફોટા અને વિડીયો સ્ટોર કરવાના પૈસા વસૂલ કરશે.

GOOGLE જે વિશ્વભરમાં નિઃશુલ્ક ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ પ્રદાન કરે છે. જોકે, હવે નિયમો બદલાઈ રહ્યાં છે. 1 જૂનથી ગૂગલ નવા નિયમો લાગૂ કરી દીધા છે. જેના કારણે હવે આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે. ગૂગલ આ સેવાઓ માટે હવે પૈસા લેવાનું શરૂ કરશે. કંપનીએ તેના નિર્ણય અંગે જાહેરાત કરી દીધી છે. ત્યારે મોટો સવાલ એ થાય છે કે, શું ગૂગલ પર અપલોડ કરાયેલા ફોટા હવે ડીલીટ થઇ જશે? જાણો આજથી બદલાયેલા નિયમની કેવી અસર પડશે.

શું જુના ફોટા ડીલીટ થઇ જશે?
જો કોઈ ગુગલ ગ્રાહક 15 જીબીથી વધુ સ્ટોરેજ વાપરવા માંગે છે તો તેમને દર મહિને 1.99 ડોલર ચૂકવવા પડશે એટલે કે રૂ. ૧૪૬ આપવા પડશે. કંપનીએ આ યોજનાનું નામ ગુગલ વન રાખ્યું છે. તેનું વાર્ષિક ચાર્જ 19.99 ડોલર અથવા લગભગ રૂ 1500. ગ્રાહકો પાસેથી નવા ફોટા અને વીડિયો સ્ટોર કરવા માટે લેવામાં આવશે જ્યારે જૂના ફોટા અને વીડિયો પહેલાની જેમ સુરક્ષિત રહેશે.જૂના ડેટા અને ફોટા બાબતે ગૂગલ કોઈ ચાર્જ લેવાનું નથી.

1 જૂનથી ગૂગલ પર મફત સેવા બંધ
હાલ ગૂગલ ફોટોઝ મફત ક્લાઉડ સ્ટોરેજ ઓફર કરે છે જે હવે ચાર્જ કરવાનું પ્રારંભ કરશે. તેની નિ:શુલ્ક સુવિધા 1 જૂન, 2021 થી બંધ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા ફોટા અથવા ડેટાને Google ફોટા અથવા ડ્રાઇવ પર સ્ટોર કરો છો તો તમારે તેના માટે પૈસા ચૂકવવા પડશે.

ગૂગલ સ્ટોરેજ પર હવે લાગશે ચાર્જ
ગૂગલ હાલમાં ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપી રહ્યું હતું જેના દ્વારા ફોટા, દસ્તાવેજો, વિડિઓઝ અથવા કંઈપણ ઓનલાઇન સ્ટોર કરી શકાય છે અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકાય છે. જોકે ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી સુધી સ્ટોર કરવાની મંજૂરી આપે છે પરંતુ ગ્રાહકોને વધુ જગ્યાની જરૂર છે અને જો તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે તો તેઓએ અલગથી ચાર્જ આપવો પડશે.

Most Popular

To Top