Charchapatra

પોસ્ટ ઓફિસોમાં પાસબુકોની અછત કેમ?

કેન્દ્ર સરકાર દ્વારા સંચાલીત પોસ્ટ વિભાગમાં મહત્તમ પોસ્ટના ગ્રાહકો ને વરિષ્ઠ નાગરીકો પોતાની મૂડીની સલામતીને કેન્દ્રમાં રાખીને જુદી જુદી પોસ્ટની યોજનાઓમાં રોકાણ કરે છે. પરંતુ સુરત પોસ્ટ વિભાગના હેડ મેનેજમેન્ટની ખામીના દર્શન થાય છે. જેના અનુસંધાનમાં સુરતની મહત્તમ પોસ્ટ ઓફીસો પાસબુકો માર્ચ મહિનાથી ઉપલબ્ધ નથી. એક તરફ સરકાર તરફથી પોસ્ટ વિભાગની યોજનાઓમાં રોકાણ કરવાની વિવિધ જાહેરાતો સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે જયારે બીજી તરફ પોસ્ટ વિભાગના ગ્રાહકોને સંતોષકારક સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. આ અંગે સુરતના પોસ્ટ વિભાગના હેડ સત્તાધીશો ગ્રાહકના હિતનુંવ િચારી અને ગ્રાહકોનો પોસ્ટ વિભાગ પર વિશ્વાસ જળવાઇ રહે તે અંગે પાસબુકોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક કરે.
સુરત               – રાજુ રાવલ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top