Charchapatra

આત્મા ત્યારે ભાગી કેમ જાય છે?

ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે આત્મા જૂનો વૃધ્ધ દેહ તેજીને નૂતન તાજે દેહ ધારણ કરે છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા કોઇક યુવાન કે બાળકના દેહને તરત જ બહાર કાઢી લેવામાં આવે તો એ દેહ એકદમ તરોતાજા અને યુવાન જ હોય છે. તો તે દેહનો આત્મ કોઇ નૂતન દેહ શોધવા જવાને બદલે પોતાના જ તરોતાજા દેહને ધારણ કેમ કરી લેતો નથી. બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બાળક કે યુવાન સંજોગવશાત બેભાન થઇ જાય છે કે કોમામાં ઉતરી જાય છે ત્યારે તેમનાં શરીરમાં રહેલો આત્મા નિષ્ક્રિય કેમ થઇ જાય છે. આત્મા બેભાન થઇ જાય છે કે કોમામા ઉતરી જાય છે એવું ગીતામાં તો ક્યાંય લખ્યું જ નથી. તો પછી માણસની બેભાનવસ્થામાં આત્મા શું કરે છે. માણસ જાગે તેની રાહ જુએ છે. આત્મા રાહ જોઇ શકે છે એવું તો ગીતામાં ક્યાંય લખ્યું નથી. માણસ ઊંચી જાય છે ત્યારે માણસનું મગજ ઊંઘી જાય છે કે આત્મા? આત્માને ઊંઘ સુવાડી શકે છે એવું તો ગીતામાં ક્યાંય લખ્યું નથી. અર્થાત આત્મા તો સદાય જાગ્રત અને હાજરા-હજૂર જ હોય છે. તો પછી ફુટપાથ પર સૂતેલા માણસો ઉપર ટ્રક ફરી ફરી વળે છે ત્યારે આત્મા શું કરે છે.
કણેદ    – એન.વી. ચાવડા.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top