Charchapatra

કરે કોણ ને ભરે કોણ?

તાજેતરમાં સુ.મ.પા. દ્વારા પોતાના વિસ્તારમાં આવેલી 21/1 હેઠળ બંધાયેલી સોસાયટીમા હાલના કબજેદારોને આઇસીના નાણા ભરવા માટેના માંગણાના બીલો મોકલી આપી લોકોને દોડતા કરી દીધા. આ સોસાયટીઓ આશરે 35/40 વર્ષ પહેલા ડેવલપ થયેલી અને આ આઇસીના નાણાં એને ડેવલપ કરનારે ભરવાના હોય પરંતુ લેભાગુ ડેવલપરોએ અધિકારીઓ સાથે મળીને જાત જાતના ખેલ કરેલા એમાનો એક આ આઇસીના નાણાનો ખેલ રમાયેલો. 35/40 વર્ષ સુધી સરકારી તંત્રો ઉંઘતા રહ્યા અને બિલ્ડરો તેમજ ડેવલપરોમાંથી કેટલાક રામશરણ થઇ ગયા અને કેટલાક હવે સમાજસેવકો બની સત્તાધારી પક્ષમાં છે તેથી અધિકારીઓ એમની ગરદન દબાવી નાણાં વસુલી શકે એમ નથી.

તેથી અંધેર નગરીના નિયમ મુજબ નબળા નરને નિશાન બનાવી શૂળીએ ચડાવવા હાલના કબજેદારોને નોટીસો આપી રૂા. વસુલી રહ્યા છે. આમેય આ દેશમાં બધા નબળાને જ દંડા ફટકારતા રહે છે. સમરથકો નહીં દોષ ગુંસાઇ દૂબલે કો સજા સુનાઇ અને અંધેર નગરીને ગંડુ રાજા! પ્રજાએ વિચારવાનું છે કે સોસાયટીઓ બની ગઇ, વેચાઇ ગઇ અનેક કબ્જેદારો બદલાઇ ગયા ત્યાં સુધી આ શાસકો શું કરતા હતા? અને 25/27 વર્ષથી તો કહેવાતી નિતિવાન ‘રાષ્ટ્રવાદી’ ભાજપ સરકાર શાસનમાં છે એને અસ્સલ ચોરો કેમ ન દેખાયા?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top