Columns

નવું મંદિર શું કામ??

ગામમાં એક તપસ્વી આવ્યા, તેમને ગામની હાલત જોઈ …ત્રણ ભવ્ય મંદિરો જોયા અને થોડે દુર જોયું તો હજી એક મોટા ભવ્ય મંદીરનું નિર્માણ શરુ થઈ રહ્યું હતું.જ્યાં મંદિરના બાંધકામનું કામ ચાલતું હતું ત્યાં તપસ્વી પહોંચ્યા અને કામ કરતા મજુર સાથે વાત કરી અને પૂછ્યું, ‘આ મંદિર બંધાવવાનો ખર્ચ કોણ કરે છે ?? ‘મજૂરે કહ્યું, ‘ગામવાસીઓ જ કરે છે??’

તપસ્વી હસ્યા અને બોલ્યા, ‘ગામવાસીઓ ગાંડા થયા છે કે શું કોઈ લાંબુ વિચારતું જ નથી .અહીં જીવવાની મૂળભૂત વ્યવસ્થાઓ નથી અને ત્રણ ત્રણ મંદિરો છે છતાં ચોથું મંદિર શું કામ બંધાવી રહ્યા છે ??’ મજુર બોલ્યો, ‘બાપજી મને કઈ ખબર નથી કે ગામલોકો ગાંડા છે કે વધુ સમજદાર પણ હા મને એ ખબર છે કે તેઓ આ મંદિર કેમ બંધાવી રહ્યા છે ??’તપસ્વી બોલ્યા, ‘દરેક મંદીરમાં એક જ ભગવાન હોય છે ત્રણ ત્રણ મંદિરોની પણ જરૂર નથી એક જ બસ છે…છતાં હજી એક નવું મંદિર ?? વિચિત્ર વાત છે ??’

મજુર બોલ્યો, ‘બાપજી, મારી સાથે ચાલો હું તમને બતાવું કે મંદિર કેમ બંધાઈ રહ્યું છે.’મજુર તપસ્વીને લઈને જ્યાં આરસપહાણ પર દાન આપનાર દાતાના નામ લખી રહ્યા હતા ત્યાં લઇ ગયો અને બોલ્યો, ‘બાપજી આ જુઓ જેટલું મોટું દાન એટલા મોટા અક્ષરે આ આરસના પથ્થર પર નામ …અને બસ આ પોતાનું નામ પથ્થર પર મોટા અક્ષરે કોતરી માટે જ મંદિર બાંધવામાં આવી રહ્યું છે. અહીં નથી કોઈ ભક્ત કે નથી કોઈ સમજદાર કે વિચારશીલ બધા પ્રસિદ્ધીના ભૂખા અને અભિમાની છે એટલે પોતાની વાહ વાહ કરવા દાન આપી મંદિર બાંધી રહ્યા છે.’અભણ મજૂરે મોટા દાનવીરોનુ મન છતું કરી દીધું.                – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top