Comments

ભારતનું ભાવિ શું હશે?

વિચારધારાઓ ઘણી વાર તેમના ધ્યેયથી અલગ રીતે વિરામ પામતી હોય છે. માર્કસવાદીઓ માને છે કે રાજય અદૃશ્ય થશે અને સમુદાય તેનું સ્થાન લેશે. દક્ષિણ એશિયામાં માનવીને રાજય મારફતે આધુનિકતા સાથે આધ્યાત્મિક રીતે સાંકળવાનો પ્રયાસ થયો હતો. ધર્મને બંધારણમાં દાખલ કરી સંસદને બદલે અલ્લાહને સર્વોપરિ બનાવવા પાછળનો હેતુ આ જ હતો એમ પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાને કહ્યું હતું. આ પ્રયોગ સફળ નહીં થયો કારણ કે આધ્યાત્મિક રીતે ચડિયાતા છતાં કાયદા દ્વારા વૈજ્ઞાનિક રીતે આધુનિક બનવાના પાકિસ્તાની બનવાના ધ્યેય સુધી પહોંચવાનો આ દેખીતો માર્ગ નહતો.

યુરોપમાં સરકારનું ધ્યાન કલ્યાણ રાજય પર છે જયાં લોકોને ગુણવત્તાસભર આરોગ્ય, કેળવણી અને ગરીબોને પેન્શન આપવા પર અને બેરોજગાર લોકોની કાળજી લેવા પર છે. આ જ આ લોકોનું ધ્યેય છે. લશ્કરી મહાનતા અને વર્ચસ્વવાદના વિચાર તેમાંના ઘણા દેશોએ પડતા મૂકયા છે. ઘણી વાર મોટા ભાગના તેમના મતદારો  આજે યુરોપમાં જોઇએ છીએ તેવા વૈવિધ્ય તરફ વળ્યા છે. આજે બ્રિટનમાં ચૂંટાયેલા નેતા (ભારતીય વંશના હિંદુ), સ્કોટલેન્ડ (પાકિસ્તાની વંશના મુસ્લિમ! આયર્લેન્ડ (ભારતીય વંશના ખ્રિસ્તી? અને પોર્ટુગલ (ભારતીય વંશના ખ્રિસ્તી?) આપણને આ બતાવે છે. આપણે તેમાં ગૌરવ લઇએ છીએ પણ યુરોપીય મતદારોની દૃષ્ટિએ વિચારીશું તો મૂંઝવણમાં મૂકાઇ જઇશું.

ભારતમાં આપણે આપણા નેતા તરીકે એક વંશીય લઘુમતીના નેતા ચૂંટી કાઢીએ તે 2023ના ભારતમાં વિચારી પણ નહીં શકાય. યુરોપના આ દેશના નેતાઓ એટલા માટે ચૂંટાયા છે કારણ કે તેઓ મતદારોમાં પ્રિય છે અને કારણ કે અથવા કદાચ તેઓ બીજા સમાજ અને વંશના છે. આ ધાર્મિક અને વંશીય તફાવત ચાવીરૂપ છે કારણ કે ઘણા મતદારો માટે તેમનું વંશીય વૈવિધ્ય મહત્ત્વનું છે એટલું જ નહીં, આકર્ષક અને ઇચ્છનીય છે. આપણે લોકશાહીની માતાના પ્રદેશ પર નજર નાંખીએ. બહારનાં લોકો માટે ભારતનું રાજકારણ ધબકતું છે પણ પ્રકૃતિમાં પછાત છે. કોઇ એક કોમ માટે વફાદાર અને અન્ય કોમ માટે ધિક્કાર છે. આ તમામ આદિ માનવ સમાજ અને સંસ્કૃતિમાં હોય છે પણ આધુનિક માનવી તેમાંથી બહાર નીકળી ગયો છે.

આદિપણાએ જ્ઞાતિ કે જાતિથી ભારતની લોકશાહીની વ્યાખ્યા ઘડી છે અને એ જ ધોરણે ઉમેદવાર નક્કી થાય છે. ભાષાવાર પ્રાંતની રચના શાણપણભર્યું પગલું હતું પણ તેમાંથી ભાષાકીય જૂથો રચાયાં. ફરજ પાડી સંઘર્ષ નોતરવામાં આવે ત્યાં સુધી વફાદારી રાજકીય શસ્ત્ર બની ગયું. ભારતીય લોકશાહીમાં હિંદુત્વનો ઉદય અને વર્ચસ્વ ધાર્મિક આદિપણાને ફરી દાખલ કરવામાં આવ્યું છે. ફરી વાર એટલા માટે કે ભારતના ભાગલા પહેલાં તે હતું જ અને ભારતના ભાગલાના મૂળમાં હતું. ઝીણાની ગાંધી સામે ફરિયાદ એ હતી કે ગાંધીના દર ત્રણ મત દીઠ મારી પાસે એક જ મત છે અને ધારણા પણ સાચી હતી કે દરેક મત ધર્મને માટે જશે. નીતિવિષયક બાબત માટે નહીં?

ભારતમાં ભાગલા પછીનું રાજકારણ કોમી રહ્યું અને આજની જેમ ત્યારે પણ લઘુમતી હાંસિયામાં ધકેલાઇ ગઇ. પરંતુ નેહરુ અને ઇંદિરાના શાસન હેઠળની કોંગ્રેસ સરકાર એટલો કે રાજયની ભાષા સમાવિષ્ટીયકારક રહી. પરિણામે સામાજિક વિભાજન અસ્તિત્વમાં હોવા છતાં બહાર નહીં આવ્યું. હિંદુત્વે તેમાં પરિવર્તન કર્યું અને ખુદ રાજય તેની નીતિઓ, તેની ભાષા અને વર્તાવથી ભારતીયોમાં ભાગલા પડયા. ભારતને માટે આનો અર્થ શું થાય તે આપણે વિચારવાનું છે. આપણું ધ્યેય રાજય નેપાળથી અલગ પડે છે. નેપાળ આધુનિક સમયનું એક માત્ર હિંદુ રાષ્ટ્ર હતું. નેપાળ પર મનુસ્મૃતિમાં ભલામણ કર્યા મુજબ ક્ષત્રિય રામ રાજય કરતા હતા પણ તે ખાસ અલગ ન હતું! નવા ભારતમાં બને છે તેમ નેપાળમાં લઘુમતી પર કે તેમની પજવણી પર ખાસ ધ્યાન અપાતું નહીં.

હિંદુત્વના રાજયનું ધ્યેય રાષ્ટ્ર કે હિંદુત્વ કે કબજો નથી પણ હિંદુત્વ રાજયે ભેદભાવભર્યા કાયદા, નાગરિકત્વની નીતિઓ, ભાગલાખોરી, પ્રાર્થના, કપડાં અને લગ્ન જેવી બાબતોમાં અલગતાવાદ આવ્યા. યુરોપમાં જે કંઇ થઇ રહ્યું છે તેનાથી ઉલ્ટું ભારતમાં થઇ રહ્યું છે. ભારતને ભવિષ્યમાં તેનાથી શું ફાયદો થશે? વડાપ્રધાનને આ પ્રશ્ન પૂછવા જેવો ખરો.
થોડા સમય માટે બધું બરાબર હોઇ શકે, પણ પછી ભારતને કયો સંતોષ મળવાનો છે?
પજવણીનો વિરોધ કરનારાઓ પાસે એનો જવાબ છે કે આના પછી બધું જેમનું તેમ જ રહેવાનું છે, પણ ભારતને ‘અમૃતકાળ’ તરફ દોરી જનારાઓના મોઢેથી આ જવાબ સાંભળવાનું યોગ્ય થઇ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top