Comments

આ આર્થિક વિકાસને શું કરવાનો જે ગટરમાં ગૂંગળાઈ મરે?

સંવેદનશીલ માણસ સતત પ્રસન્ન રહી શકતો નથી, ઉદાસ રહી શકે છે. આ ફિલસુફી નથી, આ હકીકત છે.
કરોડો ના કલ્ચરલ સેન્ટર ના ઉદ્ઘાટન,ફિલ્મોની કરોડોની કમાણી,કરોડોની કરવેરા આવક અને સરકારી આવક ના સમાચારો સાથે ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી નું સપનું ગુથાતું હોય અને ત્યાજ ગટરમાં સફાઈ માટે ઉતરેલા કામદારો ગૂંગળાઈ મર્યા ના સમાચાર ધડામ દઈ ને મનને જમીન પર પછાડે છે .અને શેખચલ્લી કરતા પણ ખરાબ હાલત આપડી થઇ જાય છે .

આઝાદી ના અમૃત મહોત્સવ ઉઝ્વતા રાષ્ટ્રમાં ૭૫ વર્ષ પછી પણ ગટર અંદર ઉતરી ને સાફ કરવી પડતી હોય તો આ વિકાસ આ સ્વતન્ત્રતા શા કામની ? આપડે નાણાકીય ચૂકવણીઓ ડીજીટલ થઇ તેનો આનદ લઈએ છીએ પણ મૂળભૂત શ્રમિક કામ એમના એમ છે જૂની પદ્ધતિ થી ચાલે છે.બુલેટ ટ્રેન દોડતી હોય તેવા ક્યાં દેશમાં શ્રમિકો ગટરમાં ઉતરીને સફાઈ કરતા હશે ? આ દુર્ઘટનાઓ સરકારના સ્વચ્છતા અભિયાનની પણ નિષ્ફળતા દર્શાવે છે.સુપ્રીમ કોર્ટ ના ચુકાદાનું ઉલ્લંઘન દર્શાવે છે પણ સૌથી વધુ તો પ્રજા તરીકે આપણી સવેદન હીનતા બતાવે છે. સતત નક્કામાં વિષયો પર ચર્ચાઓ કરતા આપડા ચેનલ ચર્ચાવીરો તદ્દન ચુપ છે જે આ અનેઆવા અનેક લેખોને માત્ર એક બળાપો બનાવી નાખે છે.

જ્યારે જ્યારે ગટરમાં ઉતરેલા કામદાર ના ગુગ્લાઈ જવાથી મૃત્યુ ના સમાચાર સાભ્લીએ ત્યારે ત્યારે એક પ્રશ્ન થાય છે કે સમાજ નિસ્બત વગરનો હોય, સરકાર અસવેદનશીલ હોય,આ બ્દ્ધું જ સમજી શકાય પણ ગટરમાં ઉતરનાર કામદાર કેમ નહી સમજતા હોય કે આપડે ગટરમાં નથી ઉતરવાનું. યુવા રાજનેતા જીગ્નેશ મેવાની વારવાર સફાઈ કામદારો ને કહે છે કે કોઈ લાખ રૂપિયા આપે આપડે ગટર સાફ કરવા અંદર નથી ઉતરવાનું .મશીન લાવવાની જવાબદારી જે તે અધિકારીની છે આપણે જે સાધનો હોય તે સાધનથી જ સફાઈ કરવાની છે. બહાર ઉભા ઉભા. કેટલાક કામોમાં હડતાલ અગત્યની હોય છે પણ કેટલાક કામો તો છોડી જ દેવાના હોય છે .દરેક સફાઈ અમદારે પ્રતિજ્ઞા કરવાની જરૂર છે કે ગમે તે થાય ગટરમાં ઉતરીશ નહી.

ભારત ઝડપથી વિકસી રહેલા દેશોમાં અગ્રેસર છે .ઉદારીકરણ અને ખાનગીકરણ પછી ભારતમાં બજાર વૈવિધ્ય વધ્યું છે વિદેશી મુંડી રોકાણ અને મુડીવાદી પરિબળો થી અસર પામીને ભૌતિક ક રાષ્ટ્રીય આવક પણ વધી છે જોકે વહેચણી પ્રશ્નો ત્યાના ત્યાજ છે છતાં ભારત વિકસી રહ્યો છે તેમ કહેવામાં વાંધો નથી. હા વિકસી ગયો છે તેમ કહેવું ઉતાવળિયું છે
કોઈપણ દેશે પોતાની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ મુલાય્ન્કન ના બે પ્રકાર છે એક આપડે આપડી જાત સાથે તુલના કરવાની અને બીજી તુલના અન્યની સરખામણીમાં આપડે ક્યાં છીએ તે જોવાનું .

ભારત આઝાદ થયા સમયે શું હતું અને અત્યારે શું છે ? તથા ભારત અન્ય વિકસિત દેશોની તુલના માં ક્યાં છે ? યાદ રહે રીવર ફ્રન્ટ કે બુલેટ ટ્રેન કે મેટ્રોરેલ એ તો પ્રતીકો છે એના દ્વારા આપણને અએવુ સમ્જવ્વમાં આવી રહ્યું છે કે આપડે વિકાસ કરી રહ્યા છીએ પણ દુનિયા આ ઘટનાઓ થી આપણને વિકસિત માનવાની નથી કારણકે આજ દુનિયા સામે એ સમાચાર પણ છે કે ભારતમાં માટી ખોદતા મજુર દટાયા અને મૃત્યુ પામ્યા .ગટર સાફકરવા મજુર ઉતર્યા અને મ્ર્યુત્યું પામ્યા વીજ કર્મચારીઓ વીજળીનો કરંટ લાગવાથી મોતને ભેટ્યા ભારતમાં અત્યારે પોલીસી પેરાલીસીસ ચાલે છે આપડે મોટી મોટી વાતો પર ધ્યાન આપીએ છીએ અને રોજીંદી ,પાયાની વાતો ભુલાઈ જાય છે.

આધુનીકી કારણ અને ઉદારીકરણ સાથે ખાનગી કારણ થયું ઘણા એવું મને છે કે ખાનગીકરણ થવાથી ભારતની બધીજ સમસ્યા ઉકલી જશે પણ ના ખાનગીકરનની સફ્લ્તાનાઓ આધાર ખરીદ શક્તિ અને બજારની સગવડો પર રહેલો છે બજારમાં આવેલો ઉત્પાદક નાફમાંતે કામ કરે છે અને ખર્ચ ઘટાડવા તે શોષણ પણ કરે છે આ સમયે જાગૃત રાજ્ય વ્યવસ્થાનું કામ છે કે તે કાયદાનું પાલન કરાવે કામ નસીબે ખાન્ગીકારની લાહ્ય માં અને મૂડીરોકાણની દોડ માં આપડી સરકારો અને વહીવટી તંત્ર લેખિત કાયદા નું પણ પાલન થાય તે જોતી નથી હવે ખરેખર સરકારે કડક રીતે શ્રમિક કાયદાઓનું કડક રીતે પાલન કર્વવું જરૂરી બન્યું છે

થોડાક કિસ્સાઓ યાદ કરો ..વીજ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા અને કર્મચારી સીડી ખસેડી રહ્યો હતો ત્યારે સીડી જીવંત વીજ વાયરને અડી જવાથી કર્મચારી જીવતો સલગીગયો ગયો હતો જેનો વિડીઓ પણ આવ્યો હતો અને એવું કહેવાયું કે તેને રબરના બુટ ના પહેર્યા એટલે આવું થયું પણ આહી કોઈએ એમ ના પૂછ્યું કે આ રબરના બુટ પુરા પાડવાથી માંનાડીને રબરના બુટ પહેરીનેજ કર્મચારી કામ કરે તે જોવાની જવાબદારી કોની ? આ માત્ર અકસ્માત નથી આ લાપરવાહી છે
આવુજ મોટા સહેરોમાં બનતા મોટા બિલ્ડીંગોમાં બને છે .

આજે બહુમાળી બિલ્ડીંગો માં ભોયરું પણ બનાવાય છે જમીનથી નીચે પણ દુકાનો હોય છે માટે જમીનમાં મોટા ખોદકામ કરવા પડે છે આ ખોળ કામ દરમિયાન અનેક વાર માટી ધસી પડતા મજુર દટાય છે આટલા આટલા અકસ્માતો અને મોત થયા પછી પણ હજુ આ ખોદકામ દરમિયાન સેફટી માટે નો કાયદો ઘડાયો નાથી અને જવ્બ્દરાઈ નક્કી થઇ નથી તો સૌથી દુખદ એવી વાત એટલે ગટરમાં ઉતરેલા સફાઈ કામદારનું ગૂંગળાઈ જવાથી મોત …ભારતને હજુ પછાત ટેકનોલોજી વાળો દેશ કહેવા માટે આ ઘટના પુરતી છે ગમે એટલા બુલેટ ટ્રેન ના ફાંકા મારો પણ મજુરને જ્યાં સુધી ગટરમાં ઉતરી ગુન્ગલવું પડે છે ત્યાં સુધી આપડે ખરો વિકાસ કર્યો નથી.

ભારતની રોજ સવાર પડે અમેરિકા સાથે તુલના કરનારા આ બાબતમાં કેમ તુલના નથી કરતા ? અરે આપડે છેક અમેરિકા સુધી જવાની જરૂર નથી આપડે જેને બહુ ગણતા નથી એવા સાઉદી આરબ ના દેશોમાં પણ શ્રમિક કાયદા અને ખસતો વર્કર સેફ્ટીના કડક કાયદા છે અને માટેજ અનેક ભારતીયો સેફટી અધિકારીતારીકે આ દેશોમાં નોકરી કરે છે ભારતમાં મુદીપતીયોના લાભાર્થે અનેક શ્રમિક કાયદા બદલાયા છે પણ આ વર્ક સેફ્ટીના કાયદા બદલાતા નથી બાકી ખરેખરતો દરેક કામની સાઈટ ઉપર એક નક્કી શ્રમિક સેફટી મેનેજર હોવો જોઈએ અને બાંધકામ હોય ગ્ખોદ્કામ હોય રસ્તા કે પુલનું નિર્માણ કરવાનું હોય ચોક્કસ નિયમો નું પાલન થવું જોઈએ.

અત્યારે જયારે તમામ કામ કોન્ત્રક્તથી થાય છે ત્યારે કામે આવતા મજુરો તેમાં રહેલી મહિલાઓં અને તેમની પાયાની જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ કામના સ્થળે પાયાની સુવિધાઓનું મળવું ખુબ જરૂરી છે અને આકસ્મિક સંજોગોમાં આ શ્રમિકોને તત્કાલ રાહત મળે તે જોવાવું જોઈએ આપડે ખાનગીકરણ અને ઉઅદરિકર્ન બાદના વર્ષોમાં માત્ર મૂડીરોકાણના કાયદા જ હળવા કાર્ય પણ સાથે સાથે ખાનગી ક્ષેત્ર માં કામ કરતા શ્રમિકો નું પણ હિત જળવાઈ રહે તે જરૂર છે સરકાર આ બાબતે કાયદા સુધારે ને અમલમાં કડકાઈ બતાવે તોજ ગરીબો ખાસતો મહેનત કરીને પેટ ભરનારા નું હિત જળવાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top