Comments

આપણું ભવિષ્ય શું?

હજી થોડાં સપ્તાહો પહેલાં ભારતનાં પ્રસાર માધ્યમોમાં અને થોડા દિવસો પહેલાં વિશ્વમાં ભારતના મહામારી સામેના અણઘડ કારભારની ચર્ચા ચાલતી હતી. આપણને મુખ્ય પ્રધાનો કહે છે તેમ રસીની આજે પણ તંગી છે પણ તે વાત હમણાં બાજુએ મુકાઇ ગઇ છે અને ચૂલા પર પેગાસસનું તપેલું ચડાવાયું છે. પત્રકારો, રાજકારણીઓ, જાતીય હેરાનગતિના શિકારો અને તેમનાં સગાંઓ તેમજ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશનના અધિકારીઓ પર જાસૂસી કરવા માટે સરકારે ખરીદેલું સોફટવેર તે પેગાસસ. તેણે આવું શા માટે કર્યું? આપણે જાણતા નથી અને આપણને કયારેય કહેવાશે પણ નહીં. ભારત લોકશાહી છે પણ અપારદર્શક જેવી પણ છે.

સરકાર રજવાડાની જેમ ચલાવાય છે અને ચૂંટાયેલા નેતાની પ્રશ્નનો જવાબ આપવાની જરૂર નથી લાગતી કે પત્રકાર પરિષદ બોલાવવાની જરૂર નથી લાગતી. સચ્ચાઇ રજૂ કરે તે પ્રસાર માધ્યમો પર દરોડા પડે.અત્રે એ વાત નથી કરવી, પણ સમગ્ર મોદી કાળ દરમ્યાન જે વાત કોરાણે મૂકી દેવાઇ છે તેની વાત કરવી છે. આપણે કયાં ઊભા છીએ અને આપણું ભવિષ્ય શું હશે તેની વાત કરવી છે. કોવિડની જેમ પેગાસસના મામલે પણ સરકાર આપણને એ જવાબ નથી આપતી કે ભારતના અર્થતંત્ર અને ભવિષ્યની હાલત અત્યારે છે તેવી કેમ થઇ ગઇ છે? પણ હકીકતો છૂપાવી ન શકાય.

મહામારી પછી સૌથી ગરીબો માટેના અન્નના ખર્ચમાં ખાસ્સો ઘટાડો થયો છે. ભારતીયોનો ઉપયોગ ખર્ચ 2017-18 માં ખર્ચ હતો તે 2011-12 કરતાં ઓછો હતો. માહિતી સરકાર તરફથી આવી છે, પણ જાહેર નથી કરાઇ. મોદીના રાજમાં બેરોજગારીમાં સતત વધારો થતો રહયો છે. રોજગારીવાર કુલ ભારતીયોની સંખ્યા 2013 માં 44 કરોડ હતી તે 2016 માં 41 કરોડ પર પહોંચી અને 2017 માં 40 કરોડ પર પહોંચી અને 2021 માં 39 કરોડ પર પહોંચી. ભલે શ્રમબળ 79 કરોડ પરથી 106 કરોડે પહોંચ્યું. તે જ પ્રમાણે ભારતના મધ્યમ વર્ગની વૃધ્ધિ અટકી ગઇ. અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઇ, દિલ્હી, હૈદ્રાબાદ, કોલકતા, મુંબઇ અને પૂણેમાં આવાસોનું વેચાણ 2012 માં 3-3 લાખ એકમ હતું તે 2019 માં 3.2 લાખ એકમનું થયું અને 2020 માં 1.5 લાખ એકમો પર પહોંચ્યું છે.

ઉતારુ વાહનોનું વેચાણ એક દાયકા સુધી સ્થિર રહ્યું. 2012 માં 27 લાખ વાહનો વેચાયાં હતાં. 2019 માં પણ 27 લાખ વાહનો અને 2020 માં પણ 27 લાખ વાહનો જ વેચાયાં. બે પૈંડાંનાં વાહનો 2014 માં 1.6 કરોડ વેચાયા હતા. 2019 માં 1.7 કરોડ વેચાયા અને 2020 માં 1.5 કરોડ વાહનો વેચાયાં. ત્રણ પૈંડાંનાં વાહનોનું 2012 માં વેચાણ 5 લાખ માંગનું હતું. 2015 માં પણ 5 લાખ વાહનો જ વેચાયાં હતાં. 2016 માં પણ 5 લાખ જ વાહનો વેચાયાં હતાં. 2019 માં આ વાહનોની સંખ્યા 6 લાખ હતી, જયારે 2020 માં માત્ર બે લાખ વાહનો વેચાયાં.

વાણિજય વાહનોનું વેચાણ 2012 માં 7.9 લાખ, 2015 માં 6 લાખ, 2016 માં 7 લાખ, 2019 માં 7 લાખ અને 2020 માં 5.6 લાખ વાહનો વેચાયાં હતાં. એર કંડીશનરો, વોશિંગ મશીનો, ટેલિવિઝન સેટ વગેરે જેવી ઉપભોકતા જણસોનું ભારતીય બજાર 2020 ની સાલ સુધીમાં રૂા. 1,50,000 કરોડનું થવાનું અંદાજાયું હતું પણ તે 2019 માં માત્ર રૂા. 76000 કરોડ અને 2020 માં માત્ર રૂા.50,000 કરોડનું રહ્યું. વિમાન અને રેલવેનાં મુસાફરોની સંખ્યા 2012 માં 840 કરોડ હતી તે 2019 માં 826 કરોડની થઇને રહી ગઇ અને તે પણ મહામારી પહેલાં.

ચીનના વડાપ્રધાન લિ કેમ્યાંગે ત્રણ નિર્દેશો દ્વારા એકંદર ઘરેલુ પેદાશ માપવાનો આંક બનાવ્યો છે. રેલવે દ્વારા માલની હેરાફેરીનું પ્રમાણ, વીજળીનો વપરાશ અને લોકોને અપાયેલું ધિરાણ 2014, 2015, 2016 અને 2017 તેમ જ 2018 માં 1.1 અબજ ટન માલની હેરાફેરી થઇ. 2019 ના વર્ષમાં પણ આ પ્રમાણ 1.2 અબજ ટનનું અને 2020 માં પણ 1.2 અબજ ટનનું રહ્યું હતું. 2017, 2018, 2019 અને 2020 માં 1.3 અબજ યુનિટ વીજળી પેદા કરાઇ હતી, જયારે ભારતની વસ્તીમાં 7 કરોડ લોકોનો વધારો થયો હતો.

બેંકો તરફથી ઉદ્યોગોને અપાતા ધિરાણના પ્રમાણમાં 2013 વૃધ્ધિનો જે દર હતો તે 2014 ના માર્ચમાં 12 ટકાએ આવી ગયો અને 2015 માં 5 ટકા, 2016 માં 2.7 ટકા, 2017 માં માઇનસ 1.7 ટકા, 2018 માં 0.7 ટકા અને 2019 માં 6.9 ટકા ઘટી ગયો. મધ્યમ કદના ઉદ્યોગોને બેંક તરફથી અપાતા ધિરાણની વૃધ્ધિ માર્ચ 2014 માં 0.5 ટકા ઘટી 2015 માં 0.4 ટકા, 2016 માં માઇનસ 7.8, 2017 માં માઇનસ 8.7 ટકા, 2018 માં માઇનસ 1.1 ટકા અને 2019 માં 2.6 ટકા રહી હતી. આ બધા આંકડા મહામારી પહેલાંના છે. સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને અપાતા ધિરાણમાં માર્ચ 2016 માં માઇનસ 2.3 ટકા, 2017 માં માઇનસ 0.5 ટકા, 2018 માં 0.9 ટકા અને 2019 માં 0.7 ટકા વધારો થયો હતો.

મોદી પહેલાં એટલે કે 2009 અને 2013 ના ગાળા વિના જ સિવાયના ધિરાણ વિતરણમાં સરેરાશ 17 ટકાનો વધારો થયો હતો. આની સામે મોદી સરકારની કામગીરી જુઓ. આપણું ભવિષ્ય શું? બાકીની દુનિયા સામે આપણે કઇ રીતે ટક્કર લઇ શકીશું? ગરીબી કેવી રીતે નાબૂદ કરી શકીશું? આપણે જાણતા નથી અને સરકારને એ વાત સ્વીકારવામાં કોઇ રસ પણ નથી. એક પછી એક કૌભાંડો બહાર આવતાં જશે અને પશ્ચાદ્‌ભૂમાં સરકી જશે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top