National

તો આ છે ભારતીય સેનાના ગૌરવપૂર્ણ દિવસ ઇન્ફેંટ્રી ડે નો ઇતિહાસ

દિલ્હી: દેશભરમાં, તમામ સૈન્ય સંસ્થાઓમાં, 27 ઓક્ટોબર ઇન્ફેંટ્રી ડે ((infantry day)-પાયદળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ હજારો પાયદળ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે પોતાની ફરજનું પાલન કરતા ભારત (India) અને તેના લોકો માટે તેમના જીવનની આહુતિ આપી હતી. આ દિવસે વર્ષ 1947માં આદિવાસી ધાડપાડુઓની મદદથી કાશ્મીર(Kashmir)માં ઘૂસી ગયેલી પાકિસ્તા(Pakistan)ની સેનાને રોકવા શીખ રેજિમેન્ટ દેશ માટે ‘દિવાલ'(The Wall) બની હતી. શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયન શ્રીનગર એરબેઝ પર પહોંચી અને લડાઈ(war) માટે અસાધારણ હિંમત અને સંકલ્પનું પ્રદર્શન કર્યું જેની તસવીરો આજે પણ લોકોની મનુસ્મૃતિ પર યથાવત છે. ઇન્ફેંટ્રી દળની આ વિશેષતા છે કે આ દળના સૈનિકો પગપાળા મેદાનની લડાઇમાં સામેલ થાય છે તેમજ દુશ્મનની સૌથી નજીક રહે છે. પાયદળમાં પર્વત પાયદળ, મોટર અને યાંત્રિક પાયદળ, એરબોર્ન પાયદળ અને નૌકાદળ પાયદળનો સમાવેશ થાય છે.

ઇન્ફેંટ્રી ડે નો ઇતિહાસ
ભારતમાં 1947ના શાસન દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના તત્કાલીન મહારાજા, હરિ સિંહે 26 ઓક્ટોબરે તેમના રાજ્યને ભારતીય આધિપત્યનો ભાગ બનાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર સાથે, તેમણે ભારતીય સેના અને તેના સૈનિકોને દેશમાં ઘૂસેલા પાકિસ્તાની આક્રમણકારો સામે લડવા માટે રાજ્યમાં સ્થાન આપી સેનાનો માર્ગ મોકળો કર્યો.

આ કારણે મહારાજાએ ભારતીય સેનાના પ્રવેશને આપી હતી મંજૂરી
22 ઓક્ટોબરના રોજ, જ્યારે પાકિસ્તાનના સૈનિકો જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યા હતા તે દિવસે પાકિસ્તાની જૂથની સાથે આદિવાસીઓ તેમજ ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંત (NWFP) ના સ્વયંસેવકો પણ તેમાં શામેલ હતા. આ પાછળ તેમનો મુખ્ય હેતુ કાશ્મીર પર બળજબરીથી કબજો કરીને તેને પાકિસ્તાનમાં ભેળવી દેવાનો હતો. રાજ્ય પર આવનારી આ મોટી આફતના પગલે મહારાજાએ સેનાના પ્રવેશના કરાર પર હસ્તાક્ષર કર્ય હતા. ત્યારબાદ, આ ઇતિહાસનો યાદગાર કિસ્સો બની ગયો જયારે ભારતીય પાયદળના સૈનિકોએ બાહ્ય આક્રમણથી દેશને બચાવવા માટેની અભૂતપૂર્વ તૈયારીઓ હાથ ધરી.

કેવી રીતે મનાવાય છે શૌર્યનો આ દિવસ
પાયદળ દિવસ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને શહીદ થયેલા જવાનોની વીરતાને યાદ કરવામાં આવે છે. પાયદળ દિવસને સ્વતંત્ર ભારતની પ્રથમ સૈન્ય ઘટનાની યાદ તરીકે મનાવવામાં આવે છે, જ્યારે ભારતીય સેનાએ 27 ઓક્ટોબર, 1947ના રોજ કાશ્મીર ખીણમાં ભારતીય ધરતી પરના પ્રથમ હુમલાકારોને દેશની સીમાથી ભગાવ્યા હતા. શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયનના જવાનોએ આ વિજય મેળવ્યો હતો.

Most Popular

To Top