Comments

સોનિયાનું વર્ચસ્વ ચાલુ પણ કોંગ્રેસનું શું?

Sonia Gandhi enters regional Congress minefields that Rahul left for a  later day

કોંગ્રેસ કારોબારીની તા. 16મી ઓકટોબરની બેઠકથી રાજી થનાર જો કોઇ લોકો હોય તો તે સોનિયા ગાંધી અને તેમના પરિવારની નિકટના લોકો જ હશે, બાકી પક્ષના કાર્યકરોને ઉત્સાહ પ્રેરે એવું કંઇ નથી થયું. કારોબારીની આ બેઠકમાં પોતાની સત્તા સ્થાપિત કરતાં સોનિયાએ અસાધારણ રીતે કરેલા ધારદાર પ્રહારોએ પક્ષમાં આંતરિક લોકશાહી અને પૂર્ણ સમયના અને દેખા દેતા પ્રમુખની માગણી કરનાર જી-23 એટલે કે સુબળવાખોરોના જૂથને અસરકારક રીતે ચૂપ કરી દીધું છે. આસપાસ બેઠકની ફળશ્રૂતિ એ જ રહી છે કે આવતા સપ્ટેમ્બરમાં કોંગ્રેસના હવે પછીના પ્રમુખ તરીકે પાછા ફરવાનો રાહુલ ગાંધી માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે.

દરમ્યાન સોનિયાએ સ્પષ્ટ કર્યું છે કે હું પોતે જ પક્ષની પૂર્ણ કક્ષાની પ્રમુખ છું અને લોકસભાની ચૂંટણીમાન ધબડકાને પગલે બે વર્ષ પહેલા રાહુલ ગાંધી પક્ષના પ્રમુખપદેથી ઉતરી ગયા પછી મને જ પક્ષ ચલાવવાની જવાબદારી ફરીથી સોંપાઇ છે. કોંગ્રેસના હવે પછીના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની પસંદગી સોનિયાની ઇચ્છાથી થઇ છે અને રાહુલ તૈયાર હોય ત્યાં સુધી આ ઇચ્છા અમલી રહેશે. ભારતીય જનતા પક્ષ સામેની કોંગ્રેસની લડાઇના સંદર્ભમાં તેને નહીન જોવી જોઇએ.

આખી વાત કોંગ્રેસ પરના સોનિયા ગાંધીના પૂરા કબજાની છે અને તે તેમણે નિ:શંકપણે મેળવી લીધો છે. ગુલામનબી આઝાદ, આનંદ શર્મા અને મુકુલ વાશ્નિક જેવા ઘણા બળવાખોરો કારોબારીની બેઠકમાં શરણે થઇગયા છે. આ ત્રણ નેતાઓ આઝાદ શર્મા અને વાશ્નિક કારોબરીની સભામાં હતાં પણ તેમને લાગ્યું કે તેઓ લઘુમતીમાં આવી ગયા છે. એટલે તેમણે કંઇ ચૂંકે ચાં કરી નહીં. બળવાખોરોને સોનિયાએ આડકતરી રીતે જણાવી દીધું કે તમારું પોતાનું કોઇ વજન નથી અને કોઇ પણ પદ માટે અમારા પરિવાર પર આધાર રાખો છો. હવે શું?

23 બળવાખોરે નેતાઓએ પત્ર લખી જે મુદ્દા ઉઠાવ્યા હતા તેની ચર્ચા કરવા સોનિયાએ ગયા ડિસેમ્બરની બેઠકમાં જે સૂરે વાત કરી હતી તેના કરતાં જુદા જ સૂરે આ વખતે કરી હતી. બળવાખોરોએ છેલ્લા બે વર્ષમાન પક્ષ જે રીતે કામ કરી રહ્યો હતો તે બાબતની ટીકા કરતાં લાંબો પત્ર ગયા વર્ષે લખ્યો હતો. સંગઠ્ઠનની ચૂંટણી માટેની તેમની માંગણી સ્વીકારવા સાથે એક સ્પષ્ટ સંદેશો મોકલ્યો હતો કે ધાર્યું તો મારું જ થશે. તમે જાહેરમાં સવાલ ઉઠાવવાને બદલે મને મળો અને સમસ્યાની ચર્ચા કરો.

બહુમતી નેતાઓ માટે સો વાતની એક વાત છે કે ગાંધી પરિવારને પહોંચી વળી શકાય તેમ નથી અને પોતાની વાત બહાર કેવી રીતે કરવી?? આથી કારોબારી ગાંધી પરિવાર પ્રત્યે વફાદારી બતાવવાનો અને ભવિષ્યની વ્યૂહરચનાનો નકશો બનાવવાનો વ્યાયામ નીવડી. ધારણા મુજબ કારોબારી સભ્યોએ પક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવા છતાં રાહુલ ગાંધીને પક્ષનાં સૂત્રો સંભાળી લેવાની વિનંતી કરી. આમ છતાં સોનિયાએ જાણવું જોઇતું હતું કે પક્ષના નેતાઓને કોઇ સમસ્યા તેમના નેતૃત્વથી નહીં હતી અને તેમને બળવો કરવાનું કારણ સોનિયાની મંજૂરી નહીં હોય પણ રાહુલ અને પ્રિયંકાની છાપ હોય તેવા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો હતા.

હજી થોડા સપ્તાહો પહેલાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે કોણ નિર્ણય કરે છે અને છતાં જાણીએ છીએ કે કોણ નિર્ણય નથી કરતું. કપિલસિબ્બલે તેમનાં આ વિધાન દ્વારા પક્ષના નાના મોટા કાર્યકરોની વ્યથાને વાચા આપી હતી. પક્ષના મોવડી મંડળે સમજવાનું એ છે કે તાજેતરમાં કેટલાક રાજ્યોમાં જે કેટલીક નિમણુંકો થઇ તેનાથી જે તે રાજયોમાં પક્ષની સ્થિતિ સુધરવાની નથી તેને બદલે ભવિષ્યમાં પક્ષે વ્યાપક સલાહ મસલત કરી કામ કરવું જોઇએ.

ઘણા સંવેદનશીલ નિર્ણયો રાહુલ અને પ્રિયંકાના કહેવાથી લેવાયા હતા અને તેમના પરિણામોને સંભાળી શકે તેવું કોઇ તેમના જૂથમાં ન હોવાની વાત ગણતરીમાં આ કામ થયું હતું તેવી દહેશત છે. સોનિયા ગાંધીએ પ્રમુખપદની આવતા વર્ષની ચૂંટણી સુધી ‘જૈસે થે’ની સ્થિતિ જાળવીર ાખવા સાથે સ્પષ્ટ કહી દીધું છે કે મારું પરિવાર આ જૂના પક્ષની માલિકી સહેલાઇથી નહીં છોડે.

આમ છતાં રાજકારણમાં તમામ શકયતાઓ ભરેલી જ હોય છે. કોંગ્રેસ આવતા વર્ષે ચૂંટણી થવાની છે તે કોઇ પણ રાજ્યમાં ચૂંટણી નહીં જીતી શકે તો નેતાગીરીના પ્રશ્ને તેનાં અત્યંત ગંભીર પરિણામ આવી શકે. રાજકીય વર્તુળો માને છે કે પ્રિયંકાએ લખમપુર ખેરીની પોતાની મુલાકાત પછી ઉત્તર પ્રદેશમાં કાર્યકરોમાં જોમ ભરી દીધું છે અને પક્ષ 30 થી 40 બેઠકો મેળવી શકશે. સોનિયાએ કે કારોબારીએ વિપક્ષી એકતાના મુદ્દાની ચર્ચા નથી કરી પણ સોનિયાએ પક્ષના પ્રમુખપદે ચાલુ રહેવાનો નિર્ણય જાહેર કરી એવો સંકેત પાઠવીદ ીધો છે કે કોંગ્રેસ મધ્યમાં ન હોય તેવી કોઇ વિપક્ષી એકતાનો મોરચો અસરકારક રીતે રચાશે નહીં.

2019માં રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું પણ ત્યાર પછી તેનાં પુનરાગમન વિશે અચોક્કસતા પ્રવર્તે છે અને તેને કારણે પક્ષને નુકશાન વધારે થયું છે. પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલાં તેને કાબુમાન લે તેવી કોઇ વ્યકિતની કોંગ્રેસને જરૂર છે. તેને માટે ગાંધી પરિવારે વરિષ્ઠ નેતાઓમાંથી કોરી પાટી ધરાવનારને પસંદ કરી એકડે એકથી શરૂઆત કરવી પડશે. અહમદ પટેલની ખોટ આટલી બધી કયારેય અનુભવાઇ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top