Gujarat

CMની સુરક્ષામાં ભારે બેદરકારી, વડોદરામાં ભૂપેન્દ્ર પટેલના કાફલાની આગળ ચાલતી વોર્નિંગ વાન ખોટકાઈ

વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સુરક્ષામાં બેદરકારી થઈ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે વડોદરા એરપોર્ટ પર મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ત્યાંથી કાર્યક્રમ પતાવી મુખ્યમંત્રી સાવલી (Savli) ખાતે લગ્નોત્સવમાં હાજરી આપવા માટે નીકળવાના હતા, પરંતુ મુખ્યમંત્રીનો કાફલો (Convoy) નીકળે તે પહેલા કાફલાની આગળ ચાલકી વોર્નિંગ વાન (Warning van) ખોટકાઈ ગઈ હતી, જેના કારણે મુખ્યમંત્રીએ વોર્નિંગ વાન વિના જ નીકળવું પડ્યું હતું.

મળતી માહિતી અનુસાર જૈન સંપ્રદાયના પવિત્ર પર્વ મહાવીર જયંતિ અને સાવલી ખાતે યોજાનાર સર્વજ્ઞાતીય સમૂહ લગ્નને લઈને આદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મંગળવારે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી વડોદરા એરપોર્ટ ખાતે જૈન સંપ્રદાયના કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે જૈન સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. જો કે જૈન સમાજનો કાર્યક્રમ પતાવી મુખ્યમંત્રી સાવલી ખાતે એક લગ્નોત્સવમાં હાજરી આપવા જવાના હતા. પરંતુ તે પહેલા જ વોર્નિંગ વાન ખરાબ થઈ ગઈ હતી.


વોર્નિંગ વાનમાં હાજર પોલીસ કર્મીએ આ અંગે જણાવ્યું હતું કે આજે સવારે 7 વાગ્યે ગાડી ઉભી રાખી હતી. ગાડીમાં સેલ્ફ સ્ટાર્ટ લાગતો ન હતો, વાન સાઈડમાં લઈ જઈ બધું કરી જોયું છતાં પણ ગાડી ચાલુ થઈ ન હતી. વારંવાર ચાલુ કરવા છતાં વોર્નિંગ વાન ચાલુ થઈ નહોતી. પોલીસ વિભાગની વોર્નિંગ વાન ચાલુ ન થતા દોડધામ મચી ગઈ હતી, ઘણીવાર ટ્રાય કર્યા બાદ પણ વાન ચાલુ થઈ નહોતી. વડોદરા એરપોર્ટ પર પોલીસની વોર્નિંગ વાનમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી અને ગાડી ચાલુ જ ન થતાં વડોદરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેથી પાઇલોટિંગની વોર્નિંગ વાનને સાઈડ પર કરીને મુખ્યમંત્રીનો કાફલો સાવલી જવા રવાનો થયો હતો. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આયોજિત 8માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં હાજરી આપવા માટે સાવલી રવાના થયા હતા.

સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલની સુરક્ષા માટે તેમજ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં નવી 12 ટોયાટો ફોર્ચ્યુનર ગાડી વસાવી છે. આ અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતી ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જો કે, ભૂપેન્દ્ર પટેલે તે ગાડીઓને બદલીને હવે નવી નક્કોર ફોર્ચ્યુનર ગાડીઓ પોતાના ઉપયોગ માટે છોડાવી છે. જો કે આજે વડોદરામાં સીએમ ભૂપેન્દ્ર પટેસ ફોર્ચ્યુનરને બદલે સ્કોર્પિયોમાં જોવા મળ્યા હતા.

Most Popular

To Top