SURAT

યોગીચોકમાં ત્રીજા માળેથી નીચે પટકાતા પાંચ વર્ષના બાળકનું મોત

સુરત: શહેરના યોગીચોક ખાતે એક નિર્માણાધીન મકાનના ત્રીજા માળેથી નીચે આકસ્મિક રીતે નીચે પડતાં પાંચ વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. મૃતક બાળકના પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા સારવાર મુદ્દે કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ કરતાં મામલો તંગ બન્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મુળ રાજસ્થાનના બાસવાડા ખાતે અને હાલમાં સરથાણા પોલીસ મથક પાસે ખુલ્લા પ્લોટમાં વસવાટ કરતાં બહાદુર ભાભોર અને તેમની પતી દેવડીબેન યોગીચોક ખાતે આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં નિર્માણાધીન મકાનમાં મજુરી કામ કરી રહ્યા હતા.

આ દરમિયાન ગઈ 28મી તારીખના રોજ તેમનો પાંચ વર્ષીય પુત્ર મહેશને નિર્માણાધીન મકાનના ત્રીજા માળેથી નીચે પડતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આજે સારવાર દરમ્યાન મહેશનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આ ઘટનાને પગલે માતા – પિતા દ્વારા કોન્ટ્રાક્ટરે રૂપિયા બચાવવાની લાલચમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જો મહેશ ભાભોરને સમયસર ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી હોત તો તેનો જીવ બચાવી શક્યો હોત.

ભરીમાતા રોડ પર કાર ચાલકે ટક્કર મારતા પગપાળા જતા વૃદ્ધનું મોત
સુરત: વેડ રોડ ખાતે રહેતા એક વૃદ્ધ ભરીમાતા રોડ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં તેનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ વેડ રોડ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 60 વર્ષિય છોટેલાલ મોતીલાલ યાદવ પંડોળ ખાતે લૂમ્સના કારખાનામાં મજૂરીકામ કરી પત્ની સહિત બે પુત્ર અને પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. છોટેલાલ પોતાના નિત્યક્રમ મુજબ સોમવારે ભરીમાતા રોડ ટૂંકી તલાવડી નજીક પગપાળા ચાલીને નોકરી પર જઈ રહ્યા હતા.

દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતાં આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ત્યારબાદ પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરાઈ હતી. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ આ બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top