Dakshin Gujarat

વ્યારાની ઘટના- ચાર લોકો આવ્યા અને મહિલાને સ્વીફ્ટ કારમાં ઉંચકી ગયા!

વ્યારા: (Vyara) વ્યારા તાલુકાના ઘાટાગામ વેલજીપુરા ફળિયાના કુમારભાઇ હેમાભાઇ ગામીત (ઉ.વ.૩૯)ની પત્ની રક્ષાબેન ગામીત (ઉ.વ.૩૫)ને તા.૨૬/૦૨/૨૦૨૩ના રોજ સાંજના પાંચેક વાગ્યેના અરસામાં તેઓનાં ફળીયામાંથી સ્વીફ્ટ કારમાં (swift Car) આવેલ બે મહિલા સહિત ચાર જેટલાં ઇસમો અપહરણ (Kidnapping) કરી ગયા હતા. રૂપિયાની લેવડ દેવડ બાબતે ગાળાગાળી કરી અપહરણ કરી નાસી છુટ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • બે મહિલા સહિત ચાર ઇશમો વિરૂધ્ધ ગુન્હો નોંધાયો
  • રૂપિયાની લેવડ દેવડ બાબતે અપહરણ થયુ હોવાની આશંકા

વેલજીપુરા ફળિયાનાં કુમારભાઇ ગામીતનો સાળો તલ્કેશ બાબુભાઇ ગામીત લાઇફ ચેનજીંગ ઓપર્ચ્યુનિટી પ્રાઇવેટ લીમીટેડ નામની સ્ટોક માર્કેટીંગની કંપની ચલાવતા હોય જે કંપનીમાં રોકાણ કરેલ વ્યક્તિઓની કુમારનાં ઘરે અવર જવર રહેતી હતી. જોકે તલ્કેશ મોટાભાગે ઘરે હાજ૨ રહેતો ન હતો. તેથી કુમારની પત્નિ તે તલ્કેશની બહેન હોવાનું આરોપીઓ જાણતા હોવાથી કુમારની પત્નીને રૂપિયાની લેવડ દેવડ બાબતે ગાળાગાળી કરી અપહરણ કરી ગયાનું પોલીસ ચોપડે નોંધાયુ છે.

શાક ભાજીનો ધંધો કરતા કુમારની પત્નિ મધ્યમ બાંધાની રંગે ઘઉંવર્ણ, ઉંચાઇ આશરે ૫.૫ ફુટ, શરીરે વાદળી કલરની નાઇટી પહેરેલ હતી. કપાળના ભાગે જુનું વાગેલાનું નિશાન હોવાનું જાણવા મળ્યું છે. બે અજાણી સ્ત્રીઓ પણ આ અપહરણમાં શામેલ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત રાહુલ વસાવે નામનો શખ્સ તેમજ ડ્રાઇવર અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા આ તમામ વિરૂધ્ધ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દસ્તાનમાં મેડિકલ સ્ટોરની આડમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
પલસાણા: પલસાણાના દસ્તાન ગામે મેડિકલ સ્ટોરની આડમાં એક ઇસમ ગેરકાયદે રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી મળતાં પલસાણા પોલીસ તેમજ પલસાણા આરોગ્યની ટીમે સ્થળ પર જઈ રેડ કરતાં બોગસ ડોક્ટરને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના દસ્તાન ગામે આવેલા ગોલ્ડન પોઇન્ટ નામની બિલ્ડિંગમાં દુકાન નં.૧૮માં રાજાજી ફાર્મસી નામના મેડિકલ સ્ટોરનો માલિક પોતે મેડિકલ સ્ટોરની આડમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમી પલસાણા પોલીસ તેમજ ગંગાધરા પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરને મળતાં તેમણે સ્થળ પર જઇ તપાસ કરતાં વિવિધ દવાઓ તેમજ દવાખાનાને લગતી મેડિકલ સાધન સામગ્રી મળી ૩૩,૮૦૭ રૂપિયાના મુદ્દામાલ સાથે શીશપાલની ડોક્ટરની ડિગ્રી ચેક કરતાં ડિગ્રી બોગસ નીકળી હતી. આથી શિશપાલસીંગ મહિપાલસીંગ (ઉં.વ.૩૧) (૨હે.,બગુમરા સુવર્ણ રેસિડેન્સી, તા.પલસાણા, મૂળ રહે., ઉત્તરાખંડ)ને પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top