Entertainment

નાગપુર પોલીસને ફોન આવ્યો, અજાણ્યાએ કહ્યું મુકેશ અંબાણી, અમિતાભ તેમજ ધરમેન્દ્રનાં ઘરની બહાર…

નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharastra) નાગપુર જિલ્લામાં પોલીસને (Police) ફોન (Call) આવ્યો હતો જયાર પછી હડકંપ મચી ગઈ છે. પોલીસને જે ફોન આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ જાણીતા ચહેરાઓના ઘરને બોમ્બથી (Bomb) ઉડાવી દેશે. આ ચહેરાઓમાં મુકેશ અંબાણી, ધરમેન્દ્ર તેમજ અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે. નાગપુર પોલીસે મુંબઈ પોલીસને (Mumbai Police) આ અંગે જાણ કરીને એલર્ટ કરી દીધી છે. હાલ પોલીસ ફોન કયાંથી આવ્યો તેમજ કોણે કર્યો તેની તપાસમાં લાગી છે.

અજાણ્યાનો દાવો હુમલો કરવા માટે 25 આતંકવાદીઓ દાદર પહોંચ્યા
એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવ્યું કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરની બહાર બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ ફોન કોલ પછી નાગપુર પોલીસે તરત જ તેની માહિતી મુંબઈ પોલીસ સાથે શેર કરી હતી. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને શોધખોળ શરૂ કરી છે. આ ફોન કોલ પર વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે આતંકી હુમલો કરવા માટે 25 આતંકવાદીઓ દાદર પહોંચ્યા છે.

જણાવી દઈએ કે આ અગાઉ મુકેશ અંબાણીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અહીં 25 ફેબ્રુઆરી 2021ના રોજ, એન્ટિલિયા નજીક, સુરક્ષા કર્મચારીઓએ એક શંકાસ્પદ સ્કોર્પિયોસ શોધી કાઢયો હતો. આ પછી મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી. આ પછી પોલીસ અને એટીએસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન પોલીસે કારમાંથી જિલેટીનની અનેક લાકડીઓ મળી આવી હતી. કારની અંદર ઘણી નંબર પ્લેટ પણ મળી આવી હતી.

થોડાં દિવસ પહેલા યુપીના સીએમના ઘરની બહાર બોમ્બ હોવાની માહિતી મળી હતી
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરની બહાર બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સીએમના આવાસની આસપાસના વિસ્તારોમાં સર્ચ કરવામાં આવ્યું, જે બાદ પોલીસે આ માહિતીને ખોટી બોય તેવું જાહેર કર્યું હતું. જણાવી દઈએ કે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કર્યા બાદ જણાવવામાં આવ્યું કે કંટ્રોલ રૂમમાં આ માહિતી નકલી આપવામાં આવી હતી.

Most Popular

To Top